તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:રાજકોટમાં કામ કરતા પરપ્રાંતીયોને પણ ટૂંક સમયમાં રસી અપાશે, અલગ અલગ એસોસિએશન સાથે મળી કામ કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોને રસી આપવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે

કોરોનાનું સંક્રમણ વધતાની સાથે જ સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરી પુર ઝડપે વધારવા નિર્ણય કર્યો છે. સિનિયર સીટીઝન બાદ સરકારી કર્મચારીઓ અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવાની શરૂઆત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં સંક્રમણ અટકાવવા અને વેક્સિનેશન વધારવા કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોને રસી આપવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન

રાજકોટ શહેર નજીક આવેલ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી, જેતપુર ડાઈંગ, મેટોડા જીઆઈડીસી, લોધીકા ઈન્ડસ્ટ્રીયલ એસો. સહિતના ઔદ્યોગીક વિસ્તારોમાં કારખાનાઓની નજીકમાં વસવાટ કરી રહેલા લાખો શ્રમિકોને કોરોના રસી આપવાની દરખાસ્ત રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે. આ દરખાસ્તમાં જુદાજુદા તમામ એસોસિએશનનો સહયોગ મેળવી ઔદ્યોગીક વિસ્તારમાં ખાસ કેમ્પ ઉભા કરી શ્રમિકો ઉપરાંત કારખાના માલિકોને પણ કોરોના રસી આપવાની ટૂંક સમયમાં શરુઆત કરવામાં આવશે જે માટે આગેવાનો સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ સાથે રાજકોટ જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકોને પણ કોરોના રસીકરણ કરવા મુદે હાલ વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં બિલ્ડર એસોસિએશનના સહયોગથી બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોને પણ કોરોના રસી આપવાની શરુઆત કરવામાં આવશે.

શ્રમિકોને પણ કોરોના રસી આપવાની શરુઆત કરવામાં આવશે.
શ્રમિકોને પણ કોરોના રસી આપવાની શરુઆત કરવામાં આવશે.

એક અઠિવાડિયા સુધી ટેસ્ટની કામગીરી ચાલશે
સોમવારથી તમામ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાશે. જે એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત પડ્યે પ્રાઈવેટ કંપનીઓના ડિલિવરી બોયનું પણ કોરોના ટેસ્ટ કરી હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ સાથે અનેક ઘરોમાં જઈને ફુડની ડિલિવરી કરતાં ઝોમેટો, સ્વીગી સહિતની કંપનીઓના ડિલિવરી બોયનું પણ આગામી દિવસોમાં હેલ્થ ચેકઅપ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

કારખાનાઓમાં કામ કરતા લાખો શ્રમિકોને કોરોના રસી આપવાની દરખાસ્ત
કારખાનાઓમાં કામ કરતા લાખો શ્રમિકોને કોરોના રસી આપવાની દરખાસ્ત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો