રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા:ખોડલધામના આમંત્રણની મિટિંગમાં ન જવા ઇમિટેશનના ધંધાર્થીને મેસેજ કરાયા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિટીંગમાં ન જવાના મેસેજ વહેતા થયા હતા. - Divya Bhaskar
મિટીંગમાં ન જવાના મેસેજ વહેતા થયા હતા.
  • ગુરુવારની બેઠકમાં પાટીદારોને જતા રોકવા ઇમિટેશન એસો.ના પ્રખુખે મેસેજ વહેતા કર્યા
  • પડદા પાછળ ભાજપના પાટીદાર નેતાની વરવી ભૂમિકાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા

કાગવડ ખોડલધામે 21મી જાન્યુઆરીએ યોજાનારા પાટોત્સવમાં લાખો પાટીદારોને એકઠા કરી પાટીદાર પાવર બતાવવા માટે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ રાજ્યભરમાં મિટિંગો યોજી રહ્યા છે ત્યારે રાજકોટમાં જ ગુરુવારે યોજાનારી આમંત્રણ મિટિંગમાં પાટીદારોને જતા રોકવા માટેના મેસેજ ફરતા કરવામાં આવ્યા હતા અને પાટીદારોને જતા રોકવામાં પડદા પાછળ ભાજપના જ કદાવર નેતાએ વરવી ભૂમિકા ભજવતા પાટીદારો અને ભાજપમાં ભારે ચર્ચાઓ શરૂ થઇ હતી.

નરેશ પટેલ રાજ્યભરમાં પ્રવાસ કરીને પાટીદારોની બેઠક યોજીને આમંત્રણ આપી રહ્યા છે. ઇમિટેશન, ચાંદી અને ડાયમંડના વેપારીઓને આમંત્રણ આપવા માટે ગુરુવારે સાંજે ભાવનગર રોડ પરની પટેલવાડીમાં પાટીદાર વેપારીઓની બેઠક યોજાવાની છે અને તેમાં નરેશ પટેલ હાજર રહેવાના છે, ત્યારે બુધવારે બપોરે ઇમિટેશન એસોસિએશનના પ્રમુખ જિગ્નેશ કોઠારીએ વોટ્સએપમાં મેસેજ વહેતો કર્યો હતો અને તેમાં ઇમિટેશનના વેપારીઓને પટેલવાડી ખાતે ગુરુવારે યોજાનારી બેઠકમાં નહીં જવા સૂચના આપી હતી.

આ મેસેજ ફરતો થતાં પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જિગ્નેશ કોઠારી પાટીદાર નહીં હોવા છતાં પાટીદારોના કાર્યક્રમમાં શા માટે આડખીલીરૂપ બની રહ્યા છે તે અંગે તપાસ કરતા જિગ્નેશને ભાજપના જ પાટીદાર કદાવર નેતાએ મેસેજ કરવા સૂચના અપાવી હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...