તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ઇમિટેશનના ધંધાર્થીએ આર્થિક ભીંસથી ફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આપઘાતના 3 બનાવમાં બે યુવાન, યુવતીએ જિંદગી ટૂંકાવી
  • કફ દૂર કરવા જડીબુટ્ટી ખાઇ લેનાર મહંતનું 17 દી’બાદ મોત

શહેરમાં આપઘાતના વધુ ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આર્થિક ભીંસથી બે યુવાને, બે દિવસથી ગુમ યુવતીએ અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી લીધી છે. પ્રથમ બનાવ ત્રંબા ગામે બન્યો છે. અહીં રહેતા પરેશ હરેશભાઇ હરસોડા નામના યુવાને ગુરુવારે સવારે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. એએસઆઇ વિનોદભાઇ સુખાનંદીની તપાસમાં પરેશભાઇ ઇમિટેશનનું કામ કાજ કરતા હતા. કોરોનાની મહામારીમાં કામ ઠપ થઇ જવાની સાથે પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

બાદમાં તેઓ કામ કરી શકતા ન હોવાને કારણે આર્થિક ભીંસ અનુભવતા હોવાથી પગલું ભરી લીધાનું જણાવ્યું છે. બે ભાઇમાં નાના પરેશભાઇની પત્ની રિસામણે હોવાનું તપાસમાં ખુલ્યું છે. બામણબોર જીઆઇડીસીમાં આવેલા ગજએલોય નામના કારખાનામાં બન્યો છે. જ્યાં મૂળ મધ્યપ્રદેશના મોનુકુમાર વિશાલકુમાર સાડુ નામના યુવાને કારખાનાની ઓરડીમાં કપડાં વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે યુવાનને મૃત જાહેર કરી એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ત્રણ ભાઇમાં મોટા મોનુના પિતા દિવ્યાંગ હોય પરિવારની જવાબદારી તેના ઉપર હતી. જેથી તે પેટિયું રળવા હજુ ત્રણ દિવસ પહેલા જ અહીંના કારખાનામાં નોકરીએ જોડાયો હતો. મોનુએ આર્થિક ભીંસથી પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કોરોના થયા બાદ તેની શારીરિક હલતમાં બહુ મોટો સુધારો થયો નહતો. જેના કારણે તેઓ કામ કરી શકતા નહતા. પરિણામે આાર્થિક ભીંસ ઘરમાં રહેતી હતી. આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

અન્ય બનાવમાં લાપાસરી આશ્રમ બાળકનાથ ગૌશાળાના મહંત યોગી સીમરનનાથ ગુરુ સપરાનાથ સાધુ ઉર્ફે કેકાકુભાઇ કરશનભાઇ ગઢવીને ગત તા.13ના રોજ ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આજી ડેમ પોલીસની તપાસમાં મહંતને કફની અસર હોય તે મટાડવા કોઇ જડીબુટ્ટી ખાઇ લેતા બેભાન થઇ ગયા હતા. જેથી ખાનગી બાદ સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ 17 દિવસની સારવાર કારગત ન નિવડતા બુધવારે દમ તોડ્યો હતો.

બે દિવસથી ગુમ યુવતીનો મુતદેહ લટકતી હાલતમાં મળ્યો
અન્ય બનાવમાં મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતી પ્રજ્ઞા પ્રવીણભાઇ મકવાણા નામની યુવતીનો તેના જૂના મકાનમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ જે.આર.સરવૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પરિવારજનોની પૂછપરછમાં પ્રજ્ઞા બે દિવસ પહેલા ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી. શોધખોળ છતાં તેની ભાળ મળી ન હતી. ત્યારે બે દિવસ બાદ પ્રજ્ઞાનો મૃતદેહ જૂના મકાનમાંથી મળ્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...