તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટમાં‘હું કંટાળી ગઇ છું, જાવ છું’ ASI પતિને ફોન કરી પત્નીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, માનસિક બીમારી કારણભૂત

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ASI તરીકે ફરજ બજાવે છે

રાજકોટના મવડી અંકુરનગર મેઇન રોડ પર રહેતી મહિલાએ એ.એસ.આઇ. પતિને ફોન કરી ‘હું કંટાળી ગઇ છું, હું જાવ છું’ કહી માનસિક બીમારીના લીધે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. મૃતક જ્યોત્સનાબેનને સંતાનમાં બે પુત્ર છે. મોટો પુત્ર અલગ રહે છે. ઘણા સમયથી માનસિક બિમારીની દવા ચાલુ હતી. આથી માનસિક તકલીફથી કંટાળી તેણે આ પગલું ભર્યાનું ખુલ્યું છે.

પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો
અંકુરનગર મેઇન રોડ પર શિવ પ્રોવિઝન સ્ટોર સામે રહેતા જ્યોત્સનાબેન કાનજીભાઇ લોખીલ (ઉં.વ.58) બપોરે પોતાના ઘરે હતા અને તેના ASI પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નોકરીએ હતા. આ સમયે પત્ની જ્યોત્સનાબેને ફોન કરી કહ્યું કે, ‘હું કંટાળી ગઇ છું, હું જાવ છું.’ બાદમાં જ્યોત્સનાબેને પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
પુત્રએ ઘરે આવતા માતાને લટકતા જોયા

માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી
દરમિયાન પતિ કાનજીભાઇએ તાકીદે તેના નાના પુત્રને ઘરે જવાનું કહેતા નાના પુત્રએ ઘરે આવીને જોતા માતા જ્યોત્સનાબેન લટકતી હાલતમાં જોતા તેણે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ 108ને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ 108ની ટીમે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.

પ્રૌઢાનો ઝેરી દવા પી આપઘાત
કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના બ્લોક નં. 53/21માં રહેતા જશુબેન ચંદુભાઇ ગોહિલ (ઉં.વ.50)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડે તપાસ હાથ ધરી હતી. મૃતક જશુબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેણે માનસિક બીમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો