DB સ્ટિંગ ઓપરેશન:રાજકોટમાં ખુલ્લેઆમ ગેરકાયદે કપલ બોક્સ ધમધમે છે, સેટી, ગાદલાં, તકિયાં, ટેબલ ફેનની વ્યવસ્થા, 1 કલાકનું ભાડું રૂ.150

રાજકોટ7 મહિનો પહેલા
કેકેવી હોલ પાછળ ખુલ્લેઆમ ધમધમતું કપલ બોક્સ. - Divya Bhaskar
કેકેવી હોલ પાછળ ખુલ્લેઆમ ધમધમતું કપલ બોક્સ.
  • શહેરમાં 20થી વધુ કપલ બોક્સ ચાલતા હોવાનું જાણવા મળ્યું
  • આઇસક્રીમ પાર્લરના ઓઠા હેઠળ કપલ બોક્સનો ધંધો ચાલે છે

સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. ત્યારે હવે સુરત બાદ રાજકોટમાં પણ કપલ બોક્સ બંધ કરાવવાની માગણી ઊઠી છે. રાજકોટ દિવ્ય ભાસ્કરની ટીમે શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં શહેરમાં ખુલ્લેઆમ ગેરકાયદે કપલ બોક્સ ધમધમી રહ્યાનું જાણવા મળ્યું છે. સ્ટિંગ ઓપરેશન દરમિયાન કપલ બોક્સમાં સેટી, ગાદલાં, તકિયાં, ટેબલ ફેન સહિતની વ્યવસ્થા જોવા મળી રહી. કપલ બોક્સ ચલાવતા સંચાલકને ભાડા વિશે પૂછવામાં આવ્યું તો એક કલાકના 150 રૂપિયા કહ્યા હતા.

શહેરમાં 20થી વધુ કપલ બોક્સ ધમધમે છે
શહેરની આત્મીય કોલેજ સામે મામલતદાર કચેરીની પાછળના ભાગમાં, કેકેવી હોલની પાછળના ભાગમાં, કોટેચા ચોક પાસે, યુનિવર્સિટી રોડ, ચૌધરી હાઇસ્કૂલ પાસે, ઢેબર રોડ વન-વે સહિતના વિસ્તારોમાં કપલ બોક્સ ધમધમી રહ્યાનું જોવા મળ્યું હતું. રાજકોટમાં 20થી વધુ કપલ બોક્સ ચાલતાં હોવાનું જાણવા મળ્યું છે.

કપલ બોક્સમાં સેટી, ગાદલાં, તકિયાં સહિતની વ્યવસ્થા જોવા મળી.
કપલ બોક્સમાં સેટી, ગાદલાં, તકિયાં સહિતની વ્યવસ્થા જોવા મળી.

આઇસક્રીમ પાર્લરના ઓઠા હેઠળ કપલ બોક્સ જોવા મળ્યાં
દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે સેન્ટ મેરી સ્કૂલ સામે કેકેવી હોલની પાછળ એનીટાઈમ આઇસક્રીમ પાર્લર પર પહોંચી ત્યારે એના ઓઠા હેઠળ કપલ બોક્સ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. અહીં સેટી, ગાદલાં, તકિયાં, ટેબલ ફેન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, સાથે જ આઈસક્રીમ પાર્લરમાં રાખવામાં આવેલા ફ્રિજમાં એક પણ આઈસક્રીમ ન હોવાનું પણ સામે આવ્યું હતું.

કપલ બોક્સમાં કપલ જોવા મળ્યું.
કપલ બોક્સમાં કપલ જોવા મળ્યું.

કેમેરો જોતાં જ 6 કપલે એક પછી એક ચાલતી પકડી
કેમેરો જોતાંની સાથે જ કપલ બોક્સમાં આનંદ માણી રહેલાં 6 કપલ એક બાદ એક નાસતાં જોવા મળ્યાં હતાં. સમગ્ર મામલે સંચાલકને પૂછવામાં આવતાં તેમણે કોઈપણ જાતની મંજૂરી વગર જ આઈસક્રીમ પાર્લરના ઓઠા હેઠળ આ પ્રકારના ગેરકાયદે કપલ બોક્સ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ દ્વારા કપલ બોક્સ પર તવાઈ બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આઈસક્રીમ પાર્લરમાં કપલ પાસેથી એક કલાકના 150 રૂપિયા સંચાલક દ્વારા લેવામા આવતા હોવાનું સામે આવ્યું છે.

સંચાલકે એક કલાકના 150 રૂપિયા ભાડું કહ્યું.
સંચાલકે એક કલાકના 150 રૂપિયા ભાડું કહ્યું.
કેમેરો જોતાં જ કપલે ચાલતી પકડી.
કેમેરો જોતાં જ કપલે ચાલતી પકડી.
અન્ય સમાચારો પણ છે...