સૌરાષ્ટ્રનો પ્રથમ કિસ્સો:વિશ્વમાં 50થી પણ ઓછા કેસ છે તેવા IHSP રોગની સર્જરી રાજકોટમાં થઈ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં હવે અલગ અલગ પ્રકારના રોગની ઉચ્ચતમ સારવાર મળી રહી છે જેનાથી રેર કહી શકાય તેવા રોગની સારવાર રાજકોટમાં શરૂ થઈ છે. આવા જ એક રોગ કે જેની સંખ્યા વિશ્વમાં 50 કરતા પણ ઓછી છે તેનુ સફળ ઓપરેશન જાણીતા ન્યુરો અને સ્પાઈન સર્જન ડો. જિગરસિંહ જાડેજાએ કર્યું છે.

ડો. જિગરસિંહ જાડેજાએ રોગ વિશે જણાવ્યું હતું કે, HSP એક ખૂબ જ રેર પ્રકારનો રોગ છે જેમાં બ્રેઈન તથા સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુની આસપાસનું લેયર ખૂબ જ જાડું થઈ જાય છે અને ક્યારેક તે એક ગાંઠ રૂપે પણ જોવા મળે છે. મોટાભાગે આ રોગ બ્રેઈનની આસપાસના લેયરમાં વધારે જોવા મળે છે, જ્યારે કરોડરજ્જુની આસપાસમાં જવલ્લે જ જોવા મળે છે. આ પ્રકારના દર્દીનો અત્યાર સુધીનો જે ડેટા છે તે પ્રમાણે સમગ્ર વિશ્વમાં 50થી પણ ઓછા દર્દી નોંધાયેલા છે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આ પ્રથમ કિસ્સો છે. ઓપરેશન બાદ માત્ર એક અઠવાડિયામાં દર્દી સ્વસ્થ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...