તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:IGBCએ સમગ્ર દેશમાં રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલનું પ્રથમ સ્માર્ટ સિટી જાહેર કર્યુ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટને 81માંથી 81 પોઈન્ટ મળ્યા

ઈન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ (IGBC)એ સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કર્યું છે. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે IGBC દ્વારા રાજકોટ સ્માર્ટ સીટીના પ્રોજેક્ટ પ્લાનિંગના ફાઈનલ સર્ટીફીકેશન રીવ્યુ બાદ ટોટલ 81માંથી 81 પોઈન્ટ મળ્યા છે. જેથી IGBC દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કર્યુ છે. રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ દ્વારા કુલ 930 એકરનો માસ્ટર પ્લાન INI ડિઝાઈન સ્ટુડીયો લેડ કન્સોર્ટિયમ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

રાજકોટ સ્માર્ટ સીટી એક મોડેલ ગ્રીન સીટી બનશે
આ પ્લેટીનિયમ લેવલ સર્ટીફીકેશન દર્શાવે છે કે રાજકોટ સ્માર્ટ સીટીનું પ્લાનિંગ, ઇકોલોજી, પ્રેઝર્વેશન, સીટીઝન વેલફેર, એફિશિયન્ટ લેન્ડ યુઝ પ્લાનિંગ, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ જેવા ઇનોવેશનથી પ્લાનિંગમાં આગેવાની ધરાવે છે. આ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણથી સમગ્ર ભારતમાં રાજકોટ સ્માર્ટ સીટી એક મોડેલ ગ્રીન સીટી તથા સ્માર્ટ ગ્રીન સીટીનું હબ બનશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો