તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હવે ટ્રેનમાં કૂતરા સહિતના પાલતુ પ્રાણીને લઈ જવા માટે ફર્સ્ટ એસીનું કુપે બુક કરાવવું પડશે. અગાઉ એક વ્યક્તિને પેટ એનિમલ સાથે ફરજિયાત જવાનો નિયમ હતો. જેથી એનિમલ કોઇને હેરાન ન કરે અને તેની સાચવણી પણ થઈ શકે. હવે અન્ય મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે એસી નો આખોકુપે બુક કરાવવાનું ફરજીયાત બનાવ્યું છે. જેને પગલે પેટ એનિમલ ને લઇ જવાનું મોંઘું પડયું છે આ સાથે રેલવે કુપે અથવા કેબિન આપશે તે સ્પષ્ટતા નથી.
એક વ્યક્તિના પી.એન.આર ઉપર બે ટિકિટ બુક કરાવી સાથે એનિમલનું વજન લગેજ તરીકે કન્સિડર કરાશે. રાજકોટ ડિવિઝનના પાર્સલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, એલએચબી કોચના રેકમાં ગાર્ડ પાસે ડોગ બોક્સ આવતું નથી. અગાઉ ટ્રેનમાં ડોગ ને ગાર્ડ પાસેના બોક્સમાં મૂકીને જનરલ ટિકીટ લઇને પણ મુસાફરી કરવાની છૂટ હતી પરંતુ એલ એચ બી રેક ને પગલે કૂપે કે કેબિન બુક કરાવવું પડે છે કુપેમાં બે મુસાફરોને સુવિધા હોય છે, જ્યારે કેબિનમાં ચાર મુસાફરોને સુવિધા હોય છે.
એનિમલના વજન જેટલો લગેજ ચાર્જ
વડોદરા થી દિલ્હી પેટ એનિમલ ને લઈ જવા માટે ફર્સ્ટ એસી મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું 3500 રૂપિયા છે. બે વ્યક્તિનો કુપે બુક કરાવે તો રૂપિયા 7000 ભાડું થાય સાથે એનિમલ ના વજન જેટલી લગેજ નો ચાર્જ ચૂકવવો પડે.
ટિકિટ કરતા ટીસીને સમજાવો સરળ પડે
રેલવે દ્વારા તાજેતરમાં કરાયેલા બદલાવથી હજાર રૂપિયાનો ખર્ચ વધારે થાય છે. બે ટિકિટ ના પૈસા ચૂકવવાને બદલે મુસાફર ટિકિટ ચેકરને સમજાવે તેવી ઘટનાઓ પણ બની શકે છે. કેમકે રેલવે કુપે ને બદલે કેબીન આપે તો મૂળ પ્રશ્ન ઉકેલાતો નથી. - આલોક ઠક્કર, રેલવે એજન્ટ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.