• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If You Want To Register Online For Corona Vaccine, Find Out Step By Step Live Video, Once The Registration Is Done, The Beneficiary's Record Will Be Blocked.

વેક્સિન માટે રજિસ્ટ્રેશન:શું તમારે કોરોના વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું છે તો જાણો સ્ટેપ બાય સ્ટેપ લાઇવ વિડિયો, એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ લાભાર્થીનો રેકોર્ડ બ્લોક થઈ જશે

રાજકોટ8 મહિનો પહેલા
  • રાજકોટીયન્સ હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે
  • જે લોકો સર્વે કરવા આવેલા કોર્પોરેશનના કર્મચારીઓને માહિતી નથી આપી શક્યા તેઓ જ ઓનલાઇન નોંધણી કરાવી શકશે

કોરોના વેક્સિનને લઈ રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લામાં સર્વેની કામગીરી મહદંશે પૂરી થઈ ગઈ છે. કોરોનાની વેક્સિન આવે ત્યારે તમામ લોકોને એ મળે એવી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. હવે રાજકોટીયન્સ પણ કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી કરાવી શકશે છે. શું તમારે કોરોના વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું છે તો જાણો સ્ટેપ બાય સ્ટેપ લાઇવ વિડિયો સાથે

વેબસાઈટ પર આ રીતે કરાવો રજીસ્ટ્રેશન
કોરોના વેકિસન લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તેના માટે www.cowin.gov.in પોર્ટલ પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાં તમારો મોબાઇલ નંબર આપવો પડશે અને OTP આવે તેના દ્વારા અકાઉન્ટ ક્રિએટ કરવુ પડશે. બાદમાં તેમાં નામ, ઉંમર, જેન્ડર વેગેરે વસ્તુઓ ફીલ કરીને આઇ ડી લગાવવુ પડશે. વેક્સિન ક્યાં લેવી તેનુ સિલેક્શન તમે જાતે જ કરી શકશો. એક મોબાઇલ નંબરથી 4 લોકોનું રજીસ્ટ્રેશન થઇ શકશે. વધુ જાણકારી માટે 1507 પર ફોન કરવો.

ઓનલાઇન રજીસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ કઇ રીતે ?
કોવીન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા મોબાઇલથી કોવીન પોર્ટલ માં રજીસ્ટર કરાવવા માટે તમારા ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે, તેમાં લોગીન થતા OTP દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે, ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ કોવીનમાં તમારું એકાઉન્ટ બની જશે. આ એકાઉન્ટમાં લાભાર્થી પોતાની માહિતી ભરી શકશે/ ફેરફાર કરી શકશે. અને વેક્સીન માટેની એપોઇન્ટમેન્ટ નક્કી કરી શકશે. ત્યારબાદ લાભાર્થીએ ફોટો આઇ.ડી. માંથી આઇ.ડી. કાર્ડ સીલેક્ટ કરી ટાઇપ ઓફ આઇ.ડી. અને આઇ.ડી. કાર્ડ નંબરમાં તેની વિગતો ભરવાની રહેશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે

  • આધાર કાર્ડ
  • ચુંટણીકાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવીંગ લાયસન્સ
  • પાનકાર્ડ
  • NPR સ્માર્ટ કાર્ડ
  • ફોટા સાથે પેન્શન ડોક્યુમેન્ટ

અંતિમ ચરણમાં આ ધ્યાન રાખો
એકવાર તમે વિગતો પૂર્ણ કરી લો, પછી તમે રજિસ્ટર બટન પર ક્લિક કરી શકો છો. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમને તમારા એકાઉન્ટની ડીટેલ મળશે.
જણાવી દઈએ કે, મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે વધુ 3 લોકોને લિંક કરી શકો છો.આ બાદ તમારે Shedule Appointmentના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદસ તમારી પસંદગીના રાજ્ય, જિલ્લા, બ્લોક અને પિન કોડ ભરીને રસીકરણ કેન્દ્ર પસંદ કરવું પડશે.હવે તમને રસીકરણની તારીખ આવી જશે જે રસીકરણ માટે રહેશે.ત્યારબાદ બુક બટન પર ક્લિક કરવાથી તમને રસીકરણ કેન્દ્રની વિગતોનો સંદેશ મળશે.એપોઇન્ટમેન્ટ બુક કર્યા પછી તમે તેને બદલી શકો છો.

રજીસ્ટ્રેશન વિના પણ રસી મળી શકે?
ઘણા બધા લોકોના મનમાં એક સવાલ છે કે શું રજિસ્ટ્રેશન કર્યા વિના પણ રસી આપવામાં આવશે. જવાબ છે- હા, જો તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરવું હોય તો તમે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરીને રસીકરણ કરાવી શકો છે.