તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન:આજે ફટાકડા ફોડવા હોય તો હાથમાં સેનિટાઇઝર ન લગાવતા, એમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાથી દાઝી જવાનો ભય

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનિટાઇઝર લગાવીને હાથમાં ફોડી શકાય એવા ફટાકડા ફોડતા નહીં
  • સેનિટાઇઝર કોરોનાથી બચાવશે, પણ ફટાકડાથી નહીં
  • સેનિટાઇઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે, જેથી દાઝી જવાની સંભાવના વધુ

આજે દિવાળી છે ત્યારે નાના-મોટા સૌકોઈ લોકો ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જો તમે સેનિટાઇઝર લગાવીને હાથમાં ફટાકડા ફોડવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સેનિટાઇઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે, જેથી દાઝી જવાની સંભાવના વધુ છે. સેનિટાઇઝર તમે કોરોનાથી બચાવશે, પણ ફટાકડાથી નહીં. જેથી એ લગાવીને હાથમાં ફોડી શકાય તેવા ફટાકતા ફોડતા નહીં.

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનિટાઇઝર જોખમી પુરવાર થઈ શકે છે
કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનિટાઇઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનિટાઇઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ અગ્નિ ઝડપી લે તેવું હોય છે, આથી ફટાકડા ફોડતી વખતે સળગી ઊઠે છે. આ સંજોગોમાં સેનિટાઇઝર લગાવ્યા પછી આલ્કોહોલની અસર હાથ પર લાંબો સમય સુધી રહે છે. સામાન્ય રીતે હવે બહાર નીકળતી વખતે લોકો વિશેષ પ્રમાણમાં સેનિટાઇઝર લગાવીને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે, પણ દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનિટાઇઝર જોખમી પુરવાર થઈ શકે છે.

સેનિટાઇઝરથી આગ લાગવાનું જોખમ વધી જાય છે
દિવાળી દરમિયાન આપણે બહાર જતા હોય છીએ. બહારથી ઘરે આવતા સમયે અને બહાર જતા વખતે આપણે સેનિટાઇઝરનો ઉપયોગ કરતા હોઈ છીએ. નિષ્ણાતોના કહેવામાં મુજબ સેનિટાઇઝર આલ્કોહોલ બેઈઝ્ડ હોય છે અને આલ્કોહોલ પૂરા પ્રમાણમાં ઊડી ન ગયો હોય તો આગ લાગવાનું જોખમ વધી જાય છે.

તારામંડળ, બપોરિયાં જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ ન લેવું
સેનિટાઇઝર લગાવીને તરત જ તારામંડળ, બપોરિયા જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનિટાઇઝર લગાવ્યું હોય ને તરત જ દીવો પ્રગટાવવા દીવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે. બીજી તકેદારી દિવાળી દરમિયાન સેનિટાઇઝરની પ્લાસ્ટિક બોટલની સાચવણીની છે. અનેક વખત એવું બને છે કે સેનિટાઇઝરની પ્લાસ્ટિક બોટલ મહિલાઓ ગમે ત્યાં મૂકી દે છે. ખાસ કરીને દિવાળીના સમયગાળામાં દીવા કે ગેસ આસપાસ મૂકી દે છે. અગ્નિ પ્રજવળતો હોયને લાંબો સમય બોટલ રાખવી જોખમી થઈ શકે છે. તો દિવાળીમાં મીણબત્તી પેટાવતી વખતે પણ સેનિટાઇઝરનો ખ્યાલ રાખવો આવશ્યક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો