તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:તહેવારમાં એસટીમાં ગ્રૂપ બુકિંગ કરાવશો તો સ્પેશિયલ બસ મુકાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જન્માષ્ટમીને લઈને શુક્રવારથી ધાર્મિક-પ્રવાસન સ્થળોએ એસ.ટી 32 એક્સ્ટ્રા બસ દોડાવશે

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન હરવા-ફરવા, જુદા જુદા ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા યાત્રિકોનો સારો એવો ટ્રાફિક રહે છે ત્યારે આ વર્ષે જન્માષ્ટમીને લઈને રાજકોટ એસ.ટી ડેપોએ યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે જેમાં ગ્રૂપમાં 20થી વધુ યાત્રિકો એકસાથે કોઈ સ્થળે જવા ઈચ્છતા હોય અને એડવાન્સ બુકિંગ કરાવશે તો તેના માટે સ્પેશિયલ બસ મુકાશે. કોરોનાના કેસ ઘટતા સરકારે પણ કર્ફ્યૂ સહિતની પાબંધીઓમાં છૂટછાટ આપી છે ત્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બહારગામ હરવા-ફરવા જતા લોકો માટે રાજકોટ એસ.ટી તંત્રએ એક્સ્ટ્રા બસ દોડાવવાની વ્યવવસ્થા કરી છે.

સાતમ-આઠમને લઈને રાજકોટ આવતી-જતી એસ.ટી બસમાં સારો ટ્રાફિક જોવા મળી રહ્યો છે ત્યારે આગામી તારીખ 27 ઓગસ્ટને નાગપાંચમને દિવસેથી રાજકોટ એસ.ટી ડેપો જામનગર, મોરબી, જૂનાગઢ, પોરબંદર, ઊના, ભુજ (કચ્છ), અમદાવાદ, બરોડા, સુરત સહિતના સ્થળોએ જવા માટે 32 વધારાની બસ દોડાવવાનું આયોજન કર્યું છે. રાજકોટ એસ.ટીના ડેપો મેનેજર એન.બી વરમોરાએ જણાવ્યું કે, 27મીએ પાંચમથી લઈને 1 સપ્ટેમ્બર દશમ સુધી રાજકોટ ડેપો દ્વારા જુદા જુદા રૂટ ઉપર 32 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે.

તે ઉપરાંત કોઈ પણ મુસાફરો ગ્રૂપમા જવા માગતા હોય એટલે કે 20 કે તેથી વધુની સંખ્યામાં હશે તો તેમણે રૂબરૂ બસપોર્ટ ખાતે ડેપો મેનેજર ઓફિસ ખાતે અથવા એડવાન્સ બુકિંગના કાઉન્ટર પર જાણ કરાશે તો તેઓ માટે વાહનની વ્યવસ્થા પણ કરી અપાશે. જન્માષ્ટમી દરમિયાન રાજકોટથી જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અંબાજી, કચ્છ-ભુજ, પાવાગઢ સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા યાત્રિકોનો ટ્રાફિક રહે તેવી શક્યતાને પગલે એસ.ટી તંત્રએ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...