તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:‘પૂછ્યા વિના વિકાસના કામ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશ’, ભીચરીના સરપંચને ઉપસરપંચે ફડાકા ઝીંક્યા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ તાલુકાના અમરગઢ ભીચરી ગામના સરપંચને ઉપસરપંચે તમાચા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ગામના સરપંચ મચ્છાભાઇ રાજાભાઇ સિંધવે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ ઉપસરપંચ વિક્રમ વિભા લાવડિયાનું નામ આપ્યું છે. રાજકોટમાં ચાની કેબિન ધરાવતા સરપંચ મચ્છાભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શુક્રવારે સાંજે તેઓ ગામના ઝાપા પાસે હતા. ત્યારે ઉપસરપંચ વિક્રમ લાવડિયા પોતાની પાસે આવી ગ્રામપંચાયતના વિકાસના કામો પોતાને પૂછ્યા વગર કરતા નહિ, જો પૂછ્યા વગર કરશો તો ટાંટિયા ભાંગી નાખીશ તેમ કહી ગાળો ભાંડી હતી.

બાદમાં ગામના કામો કરશો તો ઘરમાંથી બહાર નીકળવું અઘરું થઇ જશે, મર્ડર કરતા વાર પણ નહિ લાગેની ધમકી આપી બે વખત તમાચા મારી જતો રહ્યો હતો. અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો વિક્રમ લાવડિયા ગામમાં માથાભારેની છાપ ધરાવતો હોય ગામના કોઇ પણ લોકોને ધાક-ધમકીઓ દેતો રહે છે. એટલું જ નહિ તે પંચાયતના નાના-મોટા વિકાસ કામો કરવાના હોય તે કામોના ખોટા વિવાદો ઊભા કરી અટકાવવાનો પ્રયાસ કરતો રહે છે.

એક તરફ વિકાસની વાતો થઇ રહી છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો વિકાસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે નાના એવા ગામમાં માથાભારે ઉપસરપંચે સરપંચને ફડાકા ઝીંકી ધમકી દેવાનો બનાવ કુવાડવા રોડ પોલીસમથકમાં નોંધાતા પીએસઆઇ જે.કે.પાંડાવદરાએ આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...