ફરિયાદ:લોન પાસ કરાવી દેવાનું કહે તો ચેતજો, મહિલા સાથે રૂ. 4.74 લાખની ઠગાઇ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રણ મહિના પૂર્વે કરેલી અરજી બાદ અંતે પોલીસે ગુનો નોંધ્યો

શહેરમાં વધી રહેલા છેતરપિંડીના વધુ એક બનાવની યુનિવર્સિટી રોડ માધવપાર્ક-1માં રહેતા પારૂલબેન અરવિંદભાઇ સોલંકી નામના મહિલાએ રવિ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. રસોઇ કામ કરી ગુજરાન ચલાવતા પારૂલબેનની ફરિયાદ મુજબ, ગત જૂન મહિનામાં કોઇ હિન્દી ભાષીનો ફોન આવ્યો હતો. તે બજાજ ફાઇનાન્સમાંથી બોલે છે અને તમને લોન મળવા પાત્ર છે. તમારે લોન લેવી છે. જેથી તેને હા પાડતા કાલે ડોક્યુમેન્ટ લેવા અમારો કર્મચારી આવશેની વાત કરી હતી.

બાદમાં બીજા દિવસે રવિ પરમાર નામનો કર્મચારી ઘરે આવ્યો હતો. તેને પતિના નામના દસ્તાવેજોના ફોટા પાડી પતિના જ મોબાઇલમાંથી લોનની કાર્યવાહી કરી હતી. બે દિવસ બાદ સહેલી પ્રભાબેન ઠુંમરને પણ લોન લેવી હોય પોતાના ઘરે બેસીને રવિએ લોનની કાર્યવાહી કરી હતી અને એક મહિના પછી લોન તમને મળશેની વાત કરી હતી. ત્યાર બાદ સમયાંતરે પોતાના ઘરે કુરિયર આવ્યા હતા.

કુરિયરવાળાને પૂછતા અરવિંદભાઇએ ઓનલાઇન મોબાઇલની ખરીદી કરી હોવાનું કહ્યું હતું, પરંતુ તેમને કોઇ મોબાઇલની ખરીદી કરી ન હોય રવિને ફોન કર્યો હતો. તેને મોબાઇલ નહિ પરંતુ અમારે લોન જોઇએ છે તેવી વાત કરી હતી. જેથી તે બંને મોબાઇલ લઇ ગયો હતો. અને પોતે મોબાઇલ રિટર્ન કરાવી તમારી લોનનું કરી આપશે.

થોડા દિવસો બાદ જુદી જુદી કંપનીઓમાંથી તમારા હપ્તા ચડત હોવાના ફોન શરૂ થયા હતા. વધુ તપાસ કરતા ઓનલાઇન લોન અને ઓનલાઇન વસ્તુ મળી કુલ રૂ.4.74 લાખની પતિના દસ્તાવેજોના આધારે ખરીદી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. રવિનો સંપર્ક કરતા તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો. અંતે જુલાઇ મહિનામાં પોલીસ કમિશનરને અરજી કરી હતી. જે અરજી બાદ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...