તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇજનેર વિદ્યાર્થીનું રિસર્ચ:કારમાં ઝોકું આવે તો એલાર્મ વાગશે, ટ્રક ડ્રાઈવર હશે તો માલિકને મેસેજ મળી જશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીવીપી કોલેજના વિદ્યાર્થીએ અકસ્માત અટકાવવા ખાસ ટેક્નોલોજી બનાવી

વી.વી.પી. કોલેજના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થી બંસી જગદીશભાઇ રાયચુરા એ પોતાના વિષયના મિનિ પ્રોજેક્ટના ભાગરૂપે એક પ્રણાલી બનાવેલ છે જેનું નામ છે “ડ્રાઇવર ડાઉઝીનેસ ડિટેક્શન’ આ પ્રણાલીમાં ડ્રાઈવરને ઝોકું આવે તો સિસ્ટમ તુરંત જ એલાર્મ વગાડશે.

આ સેટઅપમાં ડ્રાઈવરની સામેના વિન્ડ સ્ક્રીન ઉપર એક અદ્યતન કેમેરા સિસ્ટમ લાગે છે. જે ડ્રાઇવરની આંખના ખુલ્લા રહેવાની નોંધ કરે છે. જે સતત કેમરા તરફથી આવતા ડેટાનું એનાલિસિસ કરે છે. સ્વાભાવિક છે કે કોઇપણ વ્યક્તિની આંખો એક મિનિટમાં અંદાજિત 20 વાર બ્લીનક (ઝપકવું) કરે છે જે આ સિસ્ટમમાં ફોલ્સ ડિટેકશન ન થાય એ પ્રમાણે ગોઠવેલ છે, કોઇપણ વ્યક્તિની આંખ 100 મીલી સેકન્ડ પૂરતી ઝબકે છે. આ સમય કરતા વધારે સમય આંખ બંધ રહે તો વ્યક્તિ ડાઉઝીનેસ (સુસ્તી) માં છે અને ઊંઘવાની કે ઝોકું ખાવાની શક્યતા ધરાવે છે.

આ ટેક્નોલોજી આવી રીતે કામ કરશે
આ સિસ્ટમ સાથે મોબાઈલ કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે ડ્રાઈવરની આંખ નિયત સમય કરતા વધારે સમય સુધી બંધ રહેશે એ લાઈવ વીડિયો પ્રોસેસિંગમાં ડિટેક્ટ કરવામાં આવશે ત્યારે એક એલાર્મ વાગશે જેથી ડ્રાઈવર એલર્ટ થઇ જશે અને ફ્રેશ થઇ ફરી ડ્રાઈવિંગ શરૂ કરી શકશે. જેથી અકસ્માત નિવારી શકાય છે. સાથે વધારાની સિસ્ટમ વાઈફાઈ ડિવાઈસ કનેક્ટ કરવામાં આવી છે જેમાં એક મેસેજ સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેથી ડ્રાઈવરના સંબંધી અથવા ટ્રક ડ્રાઈવર હોય તો માલિક સુધી આ મેસેજ મોકલી શકાય. આ સાથે ઈ-મેલ સિસ્ટમ પણ કનેક્ટ કરી છે જેમાં મેસેજની જેમ જ ઈ-મેલ પણ જશે.

અન્ય સમાચારો પણ છે...