• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If There Are 10 People In A Room And 1 Is Omicron All Can Be Infected, Case Will Be At Peak In February, Vaccinator Will Be Safe

રાજકોટ AIIMSના ડિરેક્ટર સાથે વાતચીત:એક રૂમમાં 10 લોકો હોય અને 1ને ઓમિક્રોન થાય તો તમામ સંક્રમિત થઈ શકે, ફેબ્રુઆરી માસમાં કેસ ટોચ પર હશે; રસી લેનાર સુરક્ષિત

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓમિક્રોનથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન જ અસરકારક ઉપાય

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધતા કોરોના અને ઓમિક્રોનના કેસ સામે લડવા શું ધ્યાન રાખવું અને કંઈ રીતે આ વેરિયન્ટ માણસના શરીરમાં અસર કરે છે તથા ભારતમાં આપવામાં આવતી વેક્સિન ઓમિક્રોન સામે લડવા કેટલી અસરકારક છે તેના વિશે યોગ્ય અને સચોટ માહિતી મેળવવા માટે દિવ્ય ભાસ્કરે કર્નલ અને એઇમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.ચંદન દેવસિંહ કટોચ સાથે વાત કરી હતી.

જે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેઓને ઓમિક્રોન સંક્રમિત થવાનો ખતરો ઓછો થઈ જાય છે
પ્રશ્નઃ ઓમિક્રોનના લક્ષણો શું ?

જવાબઃ ઓમિક્રોન વાઇરસ એ કોરોનાનો જ એક વેરિયન્ટ હોવાથી તેના જેવા જ લક્ષણો જોવા મળે છે. ક્યારેક ક્યારેક શારીરિક વિકનેસ, માથું દુખવું, તાવ આવવો તથા ઇમ્યુનિટી ઓછી હોઈ તો ન્યૂમોનિયા પણ થઈ શકે છે. જેથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવવું અતિઆવશ્યક છે અને જરૂર પડ્યે જ ઓમિક્રોન અંગેનો ટેસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવશે.

પ્રશ્નઃ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો ઓમિક્રોન ટેસ્ટ કરાવવો જરૂરી છે ?
જવાબઃ જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો ઓમિક્રોન ટેસ્ટ કરાવવો જરૂરી નથી. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ લક્ષણોને ધ્યાને રાખી ટેસ્ટમાં ડેલ્ટા વેરિયન્ટ છે કે ઓમિક્રોન વેરિયન્ટ તે ચકાસવામાં આવે છે.

પ્રશ્નઃ ઓમિક્રોનથી બચવા શું કરવું ?
જવાબઃ કોરોનાથી બચવા જે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે તે જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખી ઓમિક્રોનથી બચી શકાય છે. ઉપરાંત આગળના 10 વર્ષ સુધી આ જ નિયમ જાળવી રાખવો હિતાવહ છે.

પ્રશ્નઃ ​​​​​​​કોરોના સંક્રમિત થયા હોય તેમને જ ઓમિક્રોન થાય ?
જવાબઃ જે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેઓને ઓમિક્રોન સંક્રમિત થવાનો ખતરો ઓછો થઈ જાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ સારી બની ગઈ હોવાથી ખતરો ટળી જાય છે.

પ્રશ્નઃ ​​​​​​​ઓમિક્રોન વાઇરસ બાળકો, યુવાન, વૃદ્ધ કોને વધુ અસર કરે ?
જવાબઃ ​​​​​​​વૃદ્ધ વ્યક્તિ તથા જે લોકોએ વેક્સિન લીધી નથી કે જેમની ઇમ્યુનિટી ઓછી છે તેઓને ઓમિક્રોન થવાની શક્યતા રહે છે. બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોવાથી તેઓ પર ખતરો ઓછો હોય છે.

પ્રશ્નઃ ​​​​​​​કોરોના કેસમાં વધારો થાય તો ઓમિક્રોનના કેસ પણ વધે ?
જવાબઃ ​​​​​​કોરોના કેસમાં વધારો થાય તો ઓમિક્રોનના કેસમાં વધારો થઈ શકે છે, પરંતુ ઓમિક્રોન સાથે ડેલ્ટા પણ હોવાની શક્યતા હોય છે.

પ્રશ્નઃ અત્યારે જે પ્રમાણે ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળે છે તે પરથી પીક પોઇન્ટ ક્યારે આવી શકે ?
જવાબઃ વધતા ઓમિક્રોનના કેસના મેથેમેટિકલ મોડલ જોતા ફેબ્રુઆરી મહિનાના મીડમાં પીક પર આવશે ત્યારબાદ ફરી ઘટાડો થશે, પરંતુ કોરોનાની બીજી લહેરની જેમ બેડ ન મળે, ઑક્સિજન ન મળે તેવું નહિ થાય.

અન્ય સમાચારો પણ છે...