• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If The Taxpayer Asks For A Solution To The Dilemma, The Answer Is That You Have Not Paid The Tax, Pay It Or The Deadline Will Pass.

ભાસ્કર વિશેષ:કરદાતાએ મૂંઝવણનું નિરાકરણ માગ્યું તો જવાબ મળ્યો કે તમે ટેક્સ નથી ભર્યો, તે ભરી દો નહિતર મુદત વીતી જશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પ ડેસ્કમાં કરદાતાને ખોટા અને અલગ જવાબ મળતા સમાધાન કરતા સમસ્યા વધુ

ઇન્કમટેક્સની નવી વેબસાઈટમાં કામ કરવું કરદાતાઓ માટે સૌથી જટિલ કામગીરી બની રહી છે. વેબસાઈટ ન ચાલવા કરતા બંધ વધુ રહેતા હોવાની કરદતામાં ફરિયાદ ઊઠી છે. એટલું જ નહીં જ્યા મૂંઝવણ કે સમસ્યા ઊભી થાય તો એ અંગે મદદ માગવામાં આવે તો ત્યાં ખોટા અને અલગ પ્રકારના જવાબ મળતા સમાધાન મળવાને બદલે સમસ્યા વધુ ઊભી થાય છે. તાજેતરમાં એક કરદતાને મળેલી નોટિસમાં મૂંઝવતી સમસ્યાનું સમાધાન માગ્યું તો તેને જવાબ મળ્યો કે, કરદાતા તમે ટેક્સ ભર્યો નથી તમારે સમયસર ટેક્સ ભરી દેવો જોઈએ.અન્યથા મુદત પૂરી થઈ જશે અને તમે મુદત ચૂકી જશો તો પેનલ્ટી લાગશે.

હાલ રિટર્ન ફાઈલ કરવા સહિતની કામગીરી ઓનલાઈન થાય છે અને કરદાતાઓને ઓનલાઇન કામ કરવા અંગેના કડવા અને અલગ- અલગ અનુભવો થઈ રહ્યા છે.કરદાતાઓને સમસ્યાનું સમાધાન નહિ મળતા તેઓ આગળની કાર્યવાહી કે પ્રક્રિયા કરી નથી શકતા. જ્યારે માર્ગદર્શન મેળવવા માટે રૂબરૂ જાય છે. ત્યારે અધિકારીઓ ઓનલાઇન અરજી કરો તેવા જવાબ આપી રહ્યા છે. વેબસાઈટ સરખી નહિ ચાલતા અનેક કરદાતાઓ રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ એસેસમેન્ટની કામગીરી પૂરી થઇ છે. જોકે આ એસેસમેન્ટને લઇને કરદાતાઓને કેટલાક મુદ્દે અસંતોષ છે. આયકર વિભાગમાં અરજદારોને કલાકો સુધી અધિકારી બહાર બેસાડી રાખે છે અને સાચી સમસ્યા જાણ્યા વિના ધક્કા ખવડાવતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે.

કરદાતાઓને આ પ્રકારની સમસ્યાઓ નડે છે

  • અપીલની નોટિસનો જવાબ નથી મળતો
  • રિટર્ન ફાઇલ નથી થતા, સાઇટ ચાલે તો એક રિટર્ન ફાઇલ કરવામાં ક્યારેય એક કલાક તો ક્યારેક અડધો દિવસ નીકળી જાય છે.
  • કરદાતાઓ ઇન્કમટેક્સ ઓફિસે જાય તો ઓનલાઈન પ્રોસેસ કરો એવા જવાબ મળે છે.
  • હેલ્પ ડેસ્કમાં અયોગ્ય અને ખોટા જવાબ મળે છે.
અન્ય સમાચારો પણ છે...