રજૂઆત:આકસ્મિક કારણોથી મોડું થાય તો વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડના સભ્ય ડૉ. કોરાટની શિક્ષણમંત્રીને રજૂઆત

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આકસ્મિક સંજોગોને કારણે મોડા પડતા પરીક્ષાર્થીઓને પરીક્ષામાં વિવેકબુદ્ધિથી બેસવા દેવા બોર્ડના સભ્ય ડૉ. પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરને લેખિતમાં રજૂઆત કરી છે. આ મુદ્દે શિક્ષણ બોર્ડે જરૂરી નવી માર્ગદર્શિકા બનાવી વિદ્યાર્થી આકસ્મિક સંજોગોમાં મોડા પડે તો કઈ કઈ સ્થિતિમાં પ્રવેશ આપી શકાય તે અંગે પણ રજૂઆત કરી છે.

રજૂઆતમાં ડૉ. કોરાટે જણાવ્યું કે, ગત તારીખ 14-03ના રોજ ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા શરૂ થઈ છે, આ પરીક્ષામાં પહેલા દિવસે જ મોડાસા અને દહેગામ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓને ન બેસવા દેવાની ઘટના વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ છે, ખરેખર આ બંને કેસમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છે, તો સક્ષમ અધિકારી દ્વારા વાસ્તવિક તપાસ કરાવીને પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે પાત્રતા ધરાવતા હતા કે કેમ? તમામ પાસાઓની તપાસ કરાવી અને કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા ભૂલ થયેલ હોય તો જે તે સંબંધિતો સામે કાર્યવાહી કરવી. આકસ્મિક સંજોગો અને મોડા પાડવાના કારણો ધ્યાને લઈ પરીક્ષાર્થીઓના શિક્ષણના હિતમાં વિવેકબુદ્ધિથી પરીક્ષાર્થીને હાજર કરી શકાય તેવી નવી માર્ગદર્શિકા જાહેર કરવી.

અન્ય સમાચારો પણ છે...