તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરવાના સ્થળે લોકો ઊમટ્યાં:રાજકોટવાસીઓ ભૂલ કરીશું તો આપણે જ ભોગવવું પડશે, કોરોનાની ત્રીજી લહેરને સામેથી આમંત્રણ શા માટે આપવું જોઈએ?

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
NIC ગ્રાઉન્ડમાં લોકોની ભીડ. - Divya Bhaskar
NIC ગ્રાઉન્ડમાં લોકોની ભીડ.

કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે. રાજકોટ સહિત રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને તળિયે પહોંચી ગયા છે. ત્યારે કર્ફ્યુ સહિતના મુદ્દે સરકારે થોડી છૂટછાટ આપી છે. ત્રીજી લહેર આવવાની સંભાવના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે પરંતુ છૂટછાટનો લાભ લઈને લોકો રેસકોર્સ, ઝૂ અને આજીડેમ સહિતના ફરવાના સ્થળે મોટી સંખ્યામાં બાળકો સાથે ઊમટી પડ્યા હતા.

રેસકોર્સ પર ભીડ ઉમટી.
રેસકોર્સ પર ભીડ ઉમટી.

રાજકોટ શહેર-જિલ્લામાં 9 પોઝિટિવ કેસ
રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે 9 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને હાલ 142 એક્ટિવ કેસ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 43696 પોઝિટિવ કેસ નોંધાયા છે.

પ્રદ્યુમ્ન પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા.
પ્રદ્યુમ્ન પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા.

આજના ડિસ્ચાર્જ 24 રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી માત્ર 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 14 એક્ટિવ કેસ છે જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, 9 ઘરે અને બે આરોગ્ય કેન્દ્ર પર સારવાર લે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 14894 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજી ડેમ ખાતે બાળકો ઉમટ્યા.
આજી ડેમ ખાતે બાળકો ઉમટ્યા.
અન્ય સમાચારો પણ છે...