તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાટીલ પોલિસી યુનિવર્સિટીમાં લાગુ થાય તો 70% સિન્ડિકેટ-સેનેટ ઘરે બેસી જાય

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 23મી મેએ સિન્ડિકેટની મુદ્દત પૂર્ણ થાય છે, ત્યારે નવી ચૂંટણીમાં સગાંસંબંધી, ત્રણ ટર્મના નિયમને લઈને યુનિવર્સિટીમાં ચર્ચા જાગી

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલની પોલિસીનો અત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં સગાંસંબંધી, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ નહીં આપવા નિર્ણય લેવાયો છે ત્યારે આ પોલિસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો લાગુ કરવામાં આવે તો 70%થી વધુ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો સહિતની જુદી જુદી બોડી સાફ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાય શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના સિન્ડિકેટ સભ્યો ત્રણ ટર્મથી કાર્યરત છે જ્યારે બીજી બાજુ યુનિવર્સિટીના રાજકારણમાં સગાવાદ પણ ચાલી રહ્યો છે. પતિ-પત્ની, ભાણેજ-ભત્રીજા સહિતના અનેક જુદા જુદા હોદ્દા ઉપર ઘણા સમયથી બિરાજે છે. આગામી થોડા જ સમય બાદ સિન્ડિકેટની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પદ માટેના ઇચ્છુકોમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે.

યુનિવર્સિટીમાં સગાવાદનું રાજકારણ વધ્યું છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારેબાજુ સગાવાદ છેલ્લા ઘણા સમયથી વધ્યો છે. યુનિવર્સિટીમાં જે સત્તા ઉપર છે તેવા કોઈની પત્ની, કોઈના પતિ, કોઈના ભાણેજ-ભત્રીજાને ક્યાંકને ક્યાંક ગોઠવી દેવાયા છે. યુનિવર્સિટીમાં જો સંબંધોનું ઓડિટ કરવામાં આવે તો મોટાભાગના કર્મચારીઓ એકબીજાના સગાંસંબંધીઓ નીકળે અને તેનું લાંબું લિસ્ટ બને.

...તો આ આઠ સિન્ડિકેટ કપાય જાય
પાટીલ પોલિસી લાગુ કરાય તો છેલ્લી ત્રણ, ચાર કે પાંચ ટર્મથી સિન્ડિકેટ સભ્ય તરીકે રહેલા સભ્યો પૈકી ડૉ. મેહુલ રૂપાણી, નેહલ શુક્લ, ડૉ. ભાવિન કોઠારી, પ્રતાપસિંહ ચૌહાણ, ડૉ. ભરત રામાનુજ, ડૉ. ગિરીશ ભીમાણી, ડૉ. અનિરુધ્ધસિંહ પઢિયાર, ડૉ. વિજય પટેલના નામ કપાય જાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો