વિચિત્ર નજારો:સિંહ જરૂર પડે તો ઘાસ ખાય પણ પેટ ભરવા નહિ, ખાલી કરવા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંહ ચાલતા ચાલતા અચાનક લીલા ઘાસ પાસે ઊભો રહ્યો હતો અને કૂણું ઘાસ ખાઈ રહ્યો હતો. - Divya Bhaskar
સિંહ ચાલતા ચાલતા અચાનક લીલા ઘાસ પાસે ઊભો રહ્યો હતો અને કૂણું ઘાસ ખાઈ રહ્યો હતો.

રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝૂઓલોજિકલ પાર્કમાં સિંહ જોવા આવેલા મુલાકાતીઓએ વિચિત્ર નજારો જોયો હતો. ઘણા લોકો માટે આ પ્રથમ ઘટના હતી. સિંહ ચાલતા ચાલતા અચાનક લીલા ઘાસ પાસે ઊભો રહ્યો હતો અને કૂણું ઘાસ ખાઈ રહ્યો હતો. આ જોતાં જ લોકો અવાચક રહી ગયા હતા કારણ કે, તેમના મનમા એક કહેવત પહેલાથી ઘર કરી ગઈ હતી કે, ‘સિંહ થોડો ઘાસ ખાય’ સિંહને ઘાસ ખાતો હોવાની વાત ફેલાતા ટોળાં વળી ગયા હતા અને થોડી વાર પછી સિંહ ફરીથી ટહેલવા લાગ્યો હતો.

સિંહને જ્યારે પેટમાં ગરબડ કે અપચો હોય ત્યારે ઘાસ ખાય
ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. કે. હિરપરાએ કહ્યું કે, ઘાસ સિંહનો ખોરાક નથી,છતાં તે ક્યારેક ખાય છે કારણ કે,સિંહને ઊલટી કરવી હોય એટલે કે પેટમાં સમસ્યા થઈ હોય અપચો હોય ત્યારે પેટ ખાલી કરીને સ્વસ્થ થવા ઘાસ ખાય અને ઘાસ ખાવાથી સિંહને ઊલટી થઈ જાય છે. માત્ર સિંહ જ નહિ દીપડા અને વાઘ પણ આ રીતે ઘાસ ખાય.

અન્ય સમાચારો પણ છે...