તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If The Line Of Boot slippers For CT Scan Outside Jasdan's Private Lab Breaks The Social Distance Inside, The Transition Is Likely To Increase.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ તે કેવુ સોશિયલ ડિસ્ટન્સ:જસદણની ખાનગી લેબની બહાર સીટીસ્કેન માટે બુટ-ચપ્પલની લાઈન તો અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, સંક્રમણ વધવાની શક્યતા

જસદણ14 દિવસ પહેલા
  • જસદણમાં એક જ પ્રાઇવેટ સીટીસ્કેન મશીન, દરરોજ હજારો દર્દીઓ અને તેમના સગા પરેશાન

રાજકોટ જિલ્લામાં કોરોનાએ માઝા મુકી છે. તંત્ર એક તરફ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જિલ્લાના જસદણમાં આવેલી ખનગી લેબની બહાર જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે. જ્યાં સીટી સ્કેન કરાવવા માટે બુટ-ચપ્પલની લાઈનો લાગે છે તો અંદર સામાજિક અંતરનો ભંગ કરીને લોકો ટોળે વળતા નજરે ચડે છે. આમ લેબમાં જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જે કોરોના વિસ્ફોટોનું કારણ બની શકે છે.

તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવમાં કોરોનાના નિયમોનો ભંગ થાય છે
હાલ જસદણમાં એક જ પ્રાઇવેટ સીટીસ્કેન મશીન છે, માટે દરરોજ હજારો દર્દીઓ અને તેમના સગા પરેશાન ટેસ્ટ કરાવા માટે પરેશાન થાય છે. અને રાતથી જ બુટ ચપ્પલની લાંબી લાઇનો લગાવે છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે તંત્ર દ્વારા કેમ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી? સીટી સ્કેન માટે વ્યવસ્થા વિનાનું આયોજન કેમ? ખાનગી લેબમાં નિયમોનો ભંગ થાય તો ચાલે?.

રાજકોટ જિલ્લામાં હજુ પણ વેઇટિંગ, મેડિકલ સ્ટાફની ઘટ
જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે 54 બેડ સાથે કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે તેમાં સરપ્લસ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે આ ઉપરાંત પણ દર્દીઓ આવી રહ્યા હોય વેઇટિંગમાં કલાકો રાહ જોવા મજબૂર બન્યા છે. સ્ટાફની હાલત પણ બદતર છે, ઓછા સ્ટાફને કારણે કામનું ભારણ વધ્યું હોઇ ક્યાંય પહોંચી જ શકાતું નથી.દાતાઓની દાતારીના લીધે સિવિલ હોસ્પિટલને રેપિડ ટેસ્ટિંગ કીટ સહિતની સાધનસામગ્રી ઉપલબ્ધ થઇ રહી છે. ઓક્સિજન પણ પૂરો મળી રહે તે માટે આગેવાનો સતત જાગૃતિ રાખી રહ્યા છે પરંતુ કોવિડ હોસ્પિટલમાં સરપલ્સ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય ઉપરાંત વધુને વધુ દર્દીઓ આવી રહ્યા હોય સમાવેશ કરવા મુશ્કેલ બન્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો