ચીમકી:ગાયત્રી મંદિરનો પ્રશ્ન ન ઉકેલાય તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ રોડ પર વેદમાતા ગાયત્રી ધામ મંદિરનો પારિવારિક વિવાદ વકરતા ધર્મેશભાઇ નટવરલાલ જાની અને તેના પત્ની ધર્મિષ્ઠાએ વિવાદનો સાત દિવસમાં નિવેડો નહિ આવે તો 8મા દિવસે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

પોલીસ કમિશનરને આપેલા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીને કારણે પોતે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આગામી સાત દિવસમાં તમામ પ્રશ્નોનું લેખિતમાં સમાધાન નહિ થાય તો હું, મારી પત્ની અને સંતાનો સાથે સામૂહિક આત્મવિલોપન કરીશુંની ચીમકી આપી છે.