તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા રદ થાય તો વિદ્યાર્થી નિરાશ:રાજકોટમાં ધો.12માં માસ પ્રમોશન અંગે વિદ્યાર્થીએ કહ્યું- પરીક્ષા રદ થશે તો રોજની સાત કલાકની મહેનત એળે જશે

રાજકોટ22 દિવસ પહેલા
વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયા
  • માસ પ્રમોશન આપી દેવામાં આવે તો વિદ્યાર્થીઓની મહેનત નકામી જાય- શાળા સંચાલક

કેન્દ્ર સરકારે CBSE સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી છે, ત્યારે રાજ્ય સરકાર પરીક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ પણ ગઈકાલે રાજ્ય સરકારે જાહેર કરી દીધું છે. પરંતુ નરેન્દ્ર મોદીના સાંનિધ્યમાં લેવાયેલ નિર્ણય કરી રાજ્ય સરકાર મૂંઝવણમાં આવી ગઈ છે. આજે ફરી રાજ્ય સરકારની કેબિનેટમાં નિર્ણય બદલે તો નવાઈ નહીં. પરંતુ વિદ્યાર્થીઓ એવી આશા રાખે છે કે, પરીક્ષા લેવાય તો માસ પ્રમોશનમાં વિદ્યાર્થીઓને ચોક્કસ અન્યાય થાય તેવું વિદ્યાર્થી અને શાળા સંચાલકો માની રહ્યાં છે.

પરીક્ષા રદ થશે તો રોજની સાત કલાકની મહેનત એળે જશે- વિદ્યાર્થી
આ અંગે રાજકોટમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવર્ષી જિનિવાલે Divya Bhaskar સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી વાંચવા માટે દરરોજ સાત કલાક ફાળવીએ છીએ. હવે જો આમાં માસ પ્રમોશન આવશે તો નિરાશા જરૂર થશે. અમારે પરીક્ષા આપવી છે, અને સારા માર્ક્સથી પાસ થવું છે. એ પરિણામ જ નક્કી કરશે કે અમારે ભવિષ્યમાં કઈ સ્ટ્રીમમાં, કઈ કોલેજમાં એડમિશન લેવું. આમાં અમને કેવી રીતે ન્યાય મળશે એ જોવાનું રહ્યું.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

માસ પ્રમોશન આપી દેવામાં આવે તો તેમની મહેનત નકામી જાય- શાળા સંચાલક
આ અંગે ઉત્કર્ષ સ્કૂલના સંચાલક વિમલભાઈ છાયાએ જણાવ્યું હતું કે, CBSEએ જેવી રીતે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ધો.12ની પરીક્ષા રદ કરી છે તે ઠીક છે પણ પરીક્ષા તો ચોક્કસ લેવી જોઈએ. એવું મારુ માનવું છે. કારણ કે આ વિદ્યાર્થીઓનું કારકિર્દીનું વર્ષ છે. આ વર્ષમાં ટકાવારીના આધારે તેનું ભવિષ્ય નક્કી થતું હોય છે. જો આમ માસ પ્રમોશન આપી દેવામાં આવે તો તેમની મહેનત નકામી જાય. માટે પરીક્ષા લઈને જ પરિણામ આપવું જોઈએ..

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયા
રાજ્ય સરકાર ફરી એકવારઆજે નિર્ણય બદલે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે જેને લઈ ફરી વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. છેલ્લા એક વર્ષની મહેનત પરીક્ષા દ્વારા દર્શાવવાનો સમય આવ્યો પરંતુ તો માસ પ્રમોશન આપે તો 'આટલી મહેનત નું શું?' તેઓ વિદ્યાર્થીઓમાં સૂર ઉઠી રહ્યો છે.