તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાયું છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડયો છે.જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેનાથી શિયાળુ પાકમાં રોગ જીજવાત આવાની શકયતા રહેશે અને આંબામાં મોર મોડા આવવાથી પાક પણ મોડો આવશે. જ્યારે ચણાના પાકને ઓછુ નુકશાન થશે. તેમ જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર હાલમાં આંબામાં મોર બેસવાની પ્રક્રીયા ચાલતી હોય છે. જુનાગઢ પંથકમાં જે વરસાદ નોંધાયો છે તેનાથી અંહિ સૌથી વધુ નુકશાન આંબાના પાકને જશે. કારણ કે અત્યારે આંબામાં ફલાવરિંગ એટલે કે મોર બેસવાનો સમય હોય છે.જે ડિસ્ટર્બ થયો છે.. આ સિવાય જે વિસ્તારમાં વધુ વરસાદ થયો છે.
ત્યાં જીરૂ,ધાણા, અને શિયાળુ પાકને નુકશાન જશે.જો વાતાવરણ આજથી સ્વચ્છ થઈ જશે તો કોઈ વાંધો નહિ આવે પરંતુ આવુને આવુ વાતાવરણ રહેશે તો જીવાત આવશે. કેવા પ્રકારની આવી શકે કેટલી આવી શકે તેનું અનુમાન કાઢવુ અત્યારે મુશ્કેલ છે.પાકનો બધો આધાર વાતાવરણ પર રહેલો છે.જ્યારે ચણાના પાકમાં કોઈ નુકશાન નહિ થાય. તરધડિયા કૃષિ યુર્નિવર્સીટીના વૈજ્ઞાનિક ડો.ડી.એસ. હિરપરા જણાવે છે. શિયાળુ પાકને વરસાદી પાણી અડે તો પાકની વૃધ્ધી અટકી જાય....કોઈ પણ પાકમાં જમીન,પાણી અને વાતાવરણ એ 80 ટકા મહત્વના હોય છે.
ચોમાસામાં વરસાદી પાણીથી પાક ખિલે છે.જ્યારે શિયાળુ પાકને વરસાદી પાણી અડે તો પાકની વૃધ્ધી અટકી જાય છે.હાલ જે વાતાવરણ છે તે શિયાળુ પાકને અનુકુળ આવતુ નથી.સૌથી વધુ નુકશાન જીરૂ,ધાણા જેવા પાકને જશે કારણ કે તે અત્યારે પ્રાંરભિક તબકકામાં હોય છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.