વેપારમાં પણ પોલિટિક્સ:રાજકોટ ચેમ્બરના સ્નેહમિલનમાં હાલના પ્રમુખે સી.આર.ને નોંતર્યા તો પૂર્વ પ્રમુખે કહ્યું, AAPના ઈટાલિયાને પણ બોલાવો

રાજકોટ18 દિવસ પહેલા
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ફાઈલ તસવીર - Divya Bhaskar
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ફાઈલ તસવીર
  • ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવને ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ.બારસિયાનો પત્ર

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસનું મે માસમાં સ્નેહમિલન થવાનું છે. આ સ્નેહમિલનમાં રાજકીય આગેવાનોને બોલાવવા માટે સભ્યોમાં ખેંચતાણ શરૂ થઈ છે. ચેમ્બરના વર્તમાન પ્રમુખે ભાજપના અધ્યક્ષને બોલાવ્યા છે. તો આ અંગે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ.બારસિયાએ ચેમ્બર પ્રમુખને પત્ર લખીને જણાવ્યું છે કે, ભાજપના અધ્યક્ષ પાટીલને બોલાવો છો તો આ સ્નેહમિલનમાં આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પણ આમંત્રિત કરો.

ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ.બારસિયાની ફાઈલ તસવીર
ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ.બારસિયાની ફાઈલ તસવીર

દરેક પાર્ટીને સમાન દરજજો આપો
ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયાએ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવને સંબોધી લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં દરેક પક્ષની વિચારસરણી સાથે જોડાયેલ સભ્યો અને એસોસિએશન હોય છે. આમ દરેક પાર્ટીને સમાન દરજજો આપવામાં આવે. જેથી ચેમ્બર કોઈ એક પાર્ટીની ન બની રહે.

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવની ફાઈલ તસવીર
રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવની ફાઈલ તસવીર

ગોપાલભાઇ પાટીલની સમકક્ષ હોદ્દો ધરાવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયા કે જે ભારતીય બંધારણ અને કાયદાઓના ખુબજ ઊંડાણ પૂર્વકનો જાણકાર છે. તેથી તેમના બહોળા અનુભવનો લાભ આપણા સભ્યોને મળે તેવી અરજ છે. તેમજ સી.આર.પાટીલની સમકક્ષ હોદ્દો પણ ગોપાલભાઇ ધરાવે છે. અગાઉ સ્નેહમિલનના કાર્યક્રમમાં તમામ પાર્ટીના નેતાઓ અને સરકારી અધિકારીઓને આમંત્રણ આપતા હતા. માટે તમામ પાર્ટીના અધ્યક્ષોને આંમત્રણ આપવા અમારી માંગણી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા

રુલિંગ પાર્ટના પ્રમુખને બોલાવવાની પ્રણાલી રહી છે
આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સની પ્રણાલી રહી છે. રુલિંગ પાર્ટના પ્રમુખને બોલાવવા શાસક પક્ષના પ્રમુખ વેપારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવી શકે છે. અમે મુખ્યમંત્રીને પણ બોલાવ્યા છે. આ છતાં અમે શિવલાલભાઈના પત્ર બાબતે વિચારણા કરીશું.

અન્ય સમાચારો પણ છે...