તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:‘મારી મમ્મી ઘર બગાડે તો તારે જ બધું સરખું કરવાનું’ કહી પરિણીતાને ત્રાસ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરકામ મુદ્દે સાસરિયાઓએ પતિને ચઢામણી કરી
  • પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં પૂરી બહારથી તાળું મારતા

દાંપત્ય જીવનમાં સામાન્ય બાબતે પડતી તિરાડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી યુનિવર્સિટી રોડ, શિવધારા સોસાયટીમાં માવતરે રહેતી અલ્કા નામની પરિણીતાએ ગોંડલ રહેતા પતિ રાજુ ખેતિયા, સસરા નવનીતભાઇ રતિલાલ, સાસુ હંસાબેન અને દિયર સંજયભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. એમ.એ.સુધી અભ્યાસ કરનાર અલ્કાબેનના લગ્ન 2015માં રાજુ સાથે થયા છે. પતિ રાજુ અંકલેશ્વર નોકરી કરતા હોય દસ દિવસ બાદ અંકલેશ્વર રહેવા ગયા હતા. થોડા દિવસ બાદ સાસુ-સસરા, દિયર સહિતના સાસરિયાઓ અંકલેશ્વર રહેવા આવ્યા હતા. થોડા સમય બાદ સાસુએ તું માનસિક બીમાર છો તેમ કહી ઘરની તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ કરી દેતા હતા.

સસરાએ પતિને ચઢામણી કરી કહ્યું તારી પત્ની ઘરમાં કાંઇ કામ કરતી નથી, જો ઘરની હાલત કેવી છે. સાસુ અંગે પતિને વાત કરતા તે પણ ગાળો ભાંડી તારે આ બધું સહન કરવું પડશે, મારા મમ્મી ઘર બગાડે તો તારે જ બધું સરખું કરવું પડશે. આ વાતની સાસુને ખબર પડતા તે પણ ગાળો ભાંડી તમાચા ઝીંકી દેતા હતા. સાસુએ માર માર્યા બાદ પોતે માવતર જતી રહેતા વડીલોની સમજાવટથી હવે આવું કંઇ નહિ થાય તેમ કહી પતિ રાજુ લઇ ગયો હતો.

થોડા સમય બાદ પતિ રાજુએ ફરી ત્રાસ આપવાનું ચાલુ કરી પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં પૂરી બહારથી તાળું મારીને જઇ ત્રાસ આપતા હતા. આ સમયે લોકડાઉન થતા પતિએ ગોંડલ જતા રહેવાનું કહી પોતાને પિયર મૂકી ગયા હતા. અને લોકડાઉન ખૂલી જાય એટલે તેડી જઇશ તેમ કહ્યું હતું, પરંતુ તે વાતને એક વર્ષ થવા છતાં પતિ તેડવા આવ્યા ન હતા. એટલું જ નહિ પતિએ પોતાના વિરુદ્ધ ગોંડલ પોલીસમાં ખોટી અરજી કરી હતી. જેથી પતિ સામે ખાધાખોરાકીનો કેસ કર્યો હતો. તેમ છતાં સાસરિયાઓ દ્વારા કોઇ પ્રત્યુત્તર ન આવતા મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...