વડાપ્રધાનને પત્ર:કુંવરજી બાવળિયાને કેબિનેટમાંથી પડતા મુકાશે તો સમાજનું અપમાન, ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશેઃ અખિલ ભારતીય કોળી સમાજ

રાજકોટ8 મહિનો પહેલા
જસદણમાં કોળી સમાજની બેઠક મળી.
  • જસદણમાં કોળી સમાજના પ્રતિનિધિત્વને લઇને બેઠક મળી, સૌરાષ્ટ્રભરમાંથી લોક ઉમટ્યા
  • સૌરાષ્ટ્રની વિધાનસભાની અંદાજે 28થી 30 જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ

ભાજપ દ્વારા નો રિપીટ થીયરી અપનાવાતા મંત્રીમંડળમાં સિનિયર નેતાઓનું પત્તું કપાશે. આથી જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાંથી બાદબાકી થથે તેવી ભીતિને લઇને અખિલ ભારતીય કોળી સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, કુંવરજી બાવળિયાને કેબિનેટમાંથી પડતા મુકાશે તો સમાજનું અપમાન ગણાશે અને તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે. આ સાથે જ જસદણમાં કોળી સમાજની બેઠક મળી છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે.

કુંવરજીભાઇને પડતા મુકાશે તો જિલ્લા તાલુકા મથકોએ લડત કરીશું
નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાને ગુજરાતની કેબિનેટમાંથી પડતા મુકવા અંગેના અહેવાલો અમોએ પ્રેસ મીડિયાના માધ્યમથી મળ્યા છે. કુંવરજીભાઇ જેવા સમાજ સેવક અને સમાજના હિતકારકનો કેબિનેટમાંથી પડતા મુકવાનો નિર્ણય થશે તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી સમયમાં જિલ્લા તાલુકા મથકોએ લડત શરૂ કરવાનો નિર્ધાર કર્યા છે.

વડાપ્રધાનને લખેલો પત્ર.
વડાપ્રધાનને લખેલો પત્ર.

ગુજરાતમાં અંદાજે 28 ટકાથી વધુ કોળી સમાજની વસ્તી
વધુમાં જણાવ્યું છે કે, જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા કે જેઓ ભારત દેશના 18 રાજ્યોમાં સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ગુજરાત રાજ્યમાં અંદાજે 28 ટકાથી વધુ કોળી સમાજની વસ્તી છે. કુંવરજીભાઈ કે જેનો વર્ષ જેઓ વર્ષ 2018માં નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ત્યારે તેઓને માનભેર કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓની સાથે જિલ્લા-તાલુકાનાં આગેવાનો, લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા.

28થી 30 જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ
પરંતુ હાલ ગુજરાત સરકારનાં મંત્રી મંડળમાંથી તેઓને પડતા મુકવામાં આવે તો સમાજને અપમાન કરવામાં આવતું હોવાનો મેસેજ સમાજમાં જશે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ગંભીર અસરો પડી શકે તેમ છે. સૌરાષ્ટ્રની વિધાનસભાની અંદાજે 28થી 30 જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે. સામાજિક સમીકરણોને ધ્યાને લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચૂંટણીઓ ઉપર પડી શકે તેમ છે.

જસદણમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજના લોકો એકત્ર થયા.
જસદણમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજના લોકો એકત્ર થયા.

કુંવરજીભાઈને ગુજરાત કેબિનેટમાં યોગ્ય સ્થાન મળવું જોઇએ
ખાસ કરીને ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સહિતની બેઠક ઉપર અસર પડી શકે અને ભાજપને મોટું નુકસાન થશે. જો બહુમતિ ધરાવતા દરેક સમાજના સક્ષમ નેતા આગેવાનને સરકારમાં પૂરું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજ અપેક્ષા રાખે છે. તેવામાં ગુજરાત સરકારની નો રિપીટ થીયરી ભાજપના નિયમથી સમાજમાં નારાજગી ઉભી થઈ છે અને કુંવરજીભાઈને ગુજરાત કેબિનેટમાં યોગ્ય સ્થાન મળે તેવી અમારી વિનંતી છે. જો રજુઆતની ગંભીઆને ધ્યાને લેવામાં આવશે નહી તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે. જે ધ્યાને લઈ ભાજપ પક્ષ અને કોળી સમાજનાં હિતમાં યોગ્ય નિર્ણય થવા વિનંતી છે.

જસદણમાં કોળી સમાજની બેઠક
બીજી તરફ કુંવરજી બાવળિયાના ગઢ ગણાતા જસદણમાં આજે કોળી સમાજની બેઠક મળી છે. જેમાં સિનિયર નેતાને મંત્રી મંડળમાંથી દૂર કરવાની વાતથી સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકો ઉમટી પડ્યા છે. પાટીદાર સમાજના નેતૃત્વ સામે કોળી સમાજે પોતાના પ્રભુત્વને લઇને નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યભરનાં કોળી સમાજમાં કોળી સમાજના નેતૃત્વની માગ ઉઠી છે. સિનિયર નેતાઓએ સિનિયર મંત્રીઓની નારાજગી 2022ની ચૂંટણીમાં અસર પાડી શકે તેવો મત વ્યક્ત કર્યો છે.

રાજકોટ જિલ્લા કોળી સમાજના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી.
રાજકોટ જિલ્લા કોળી સમાજના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી.

અનશન અને ધરણા કરી દેખાવો કરીશું: રાજકોટ જિલ્લા કોળી સમાજ
કુંવરજીભાઇ બાવળિયાના સમર્થમાં રાજકોટમાં રાજકોટ જિલ્લા કોળી સમાજના યુાવ પ્રમુખ અલ્પેશ સાધરીયા, ઉપપ્રમુખ રવિ કોલાદ્રા, વલ્લભ પરમાર અને શૈલેષ જાદવની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જો કુંવરજીભાઇ બાવળિયાનું મંત્રીપદ કપાશે તો આગામી દિવસોમાં અનશન અને ધરણા કરી દેખાવો કરીશું. બાવળિયા કપાશે તો કોળિ સમાજ ક્યાં જશે? અથવા અન્ય કોઇ નેતાને કેબિનેટમાં સ્થાન આપો. ભાજપ કંઇ રીતે બાવળિયાને સ્થાન આપશે તે મુજબ રણનીતિ ઘડીશું.

અન્ય સમાચારો પણ છે...