તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • If Every 2 Years Of Residential, Every Year Of Wiring Inspection Of Commercial Complex Is Not Done, There Is A Possibility Of Shot Circuit electrical Accident.

શક્યતા:રહેણાકનું દર 2 વર્ષે, કોમર્શિયલ કોમ્પ્લેક્સનું દર વર્ષે વાયરિંગ ઇન્સ્પેક્શન ન કરાય તો શોટસર્કિટ-વીજ અકસ્માતની સંભાવના

રાજકોટએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સુરતની તક્ષશીલા અને અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ

સુરતના ક્લાસીસ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં શોટસર્કિટના કારણે મોટી દુર્ઘટના બની હતી. વીજકનેક્શન લીધા પછી આપણે ઉપકરણો વધારતા જઈએ છીએ પરંતુ વીજલોડ વધારો લેવાની તસ્દી લેતા નથી. પરિણામે એક જ વાયરિંગ ઉપર સમયાંતરે ઉપકરણોના વીજ વપરાશનો લોડ વધે છે, અંતમાં તે શોટસર્કિટમાં પરિણમે છે. દરેક રહેણાંક વીજગ્રાહકે દર બે વર્ષે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ-હોસ્પિટલના ગ્રાહકોએ દર વર્ષે વાયરિંગ ઇન્સ્પેકશન અને મેઇન્ટેનન્સ કરવું આવશ્યક છે.

વીજઅકસ્માત અટકાવવા ગ્રાહકોએ આટલું કરો

 • એ.સી, ફ્રિઝ જેવા ઉપકરણોનો ઉપયોગ વધે તો વીજકંપનીમાંથી વીજ લોડ વધારો લેવો.
 • ગરમીને કારણે અર્થિંગ સુકાઈ જાય તો પાણી રેડવું, અર્થિંગમાં જેટલી ભીનાશ વધુ એટલું અકસ્માતનું પ્રમાણ ઓછું
 • વીજ અકસ્માતો નિવારવા ELCB સ્વિચ ફિટ કરાવવા ગ્રાહકોને તાકીદ કરાઈ છે.
 • બજારમાં મેઇન્ટેનન્સ ફ્રી અર્થિંગ આવ્યા છે જેમાં વર્ષો સુધી મેઇન્ટેનન્સ કરવામાં ન આવે તો પણ સલામત રહી શકાય છે.

એક્સપર્ટઃ કમલેશ પૂજારા, અધિક્ષક ઈજનેરઃ લોડ વધારો ન લીધો હોય તો અકસ્માત થઈ શકે
વીજ કંપની જેમ સમયાંતરે મેઇન્ટેનન્સ અને ઇન્સ્પેકશન કરે છે એમ લોકોએ પણ પોતાના ઘરનું, દુકાન, ઓફિસ, શો-રૂમ, હોસ્પિટલનું વાયરિંગ ઇન્સ્પેક્શન અને મેઇન્ટેનન્સ કરવું જોઈએ. વીજ કનેક્શન લેતી વખતે આપણે લાઈટ, પંખા, ટીવી, ફ્રીઝ જેવા સામાન્ય ઉપકરણોના વપરાશને ધ્યાનમાં લઈએ છીએ. પરંતુ બાદમાં આપણે AC ફિટ કરાવીએ, અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો નિયમિત ઉપયોગ કરીએ તો વીજલોડ વધારો લેવો જરૂરી છે. કારણ કે વધારાના ઉપકરણો લોડ લીધા વિના વાપરવાથી વાયરિંગ ઉપર લોડ વધે છે, જેથી વાયરિંગ લિકેજ થશે અને અંતે શોટસર્કિટ કે વીજ અકસ્માત થઇ શકે છે.

હોસ્પિટલોએ AC ફિટ કરી દીધા, લોડ વધારો ન લીધો
હાલ કોરોના મહામારીમાં ખાનગી હોસ્પિટલો પણ કોરોનાની સારવાર આપી રહી છે. કેટલીક હોસ્પિટલોએ પોતાના જનરલ વોર્ડમાં એ.સી ફિટ કરાવીને કોવિડ વોર્ડ બનાવી સારવાર શરૂ કરી દીધી છે પરંતુ કેટલીક હોસ્પિટલોએ પીજીવીસીએલમાંથી લોડ વધારો લીધો નથી. જૂના લોડ પ્રમાણે જ ચલાવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં શોટસર્કિટ કે વીજ અકસ્માતની સંભાવના રહે છે.

અન્ય સમાચારો પણ છે...