પૂર્વ મંત્રી બાવળિયાની ધમકી:‘ભાજપ ટિકિટ આપવામાં રમત રમશે તો હું જોઇ લઇશ’, હાંસિયામાં ધકેલાતાં કુંવરજી કોંગ્રેસમાં પાછા ફરશે તેવી ચર્ચા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુંવરજી બાવળિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
કુંવરજી બાવળિયા - ફાઇલ તસવીર
  • મોઢામાંથી શબ્દો નીકળી ગયા બાદ બાવળિયાએ મૌન સેવી લીધું

કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવી સીધા જ કેબિનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળિયા નવા મંત્રીમંડળમાં ફેંકાઇ ગયા હતા, ભાજપની નો રિપીટ થિયરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ લાગુ પડે તો અનેક ધારાસભ્યો પર જોખમ ઊભું થશે તેવા સંજોગોમાં બાવળિયાએ કહ્યું હતું કે, જો ટિકિટ નહીં મળે તો ત્યારે જોઇ લઇશું.

ટિકિટ માટે પોતાની દાવેદારીને મજબૂત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની આઠ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો તેને વિધાનસભાની સીટો ગુમાવવાનો વારો આવશે.

આ શબ્દો બોલ્યા બાદ બાવળિયાને વાસ્તવિક સ્થિતિ સમજાઇ હતી અને મૌન સેવી લીધું હતું, જોકે આ શબ્દોના ઘેરા પડઘા પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાજપના મોવડી મંડળને દબાવવાના પ્રયાસરૂપે બાવળિયા ઉત્સાહમાં જે બોલી ગયા બાદ તેમણે એવું પણ કહ્યું હતું કે, પોતે હાલમાં ભાજપમાં જ છે અને ભાજપ તેમને ટિકિટ આપશે.

અન્ય સમાચારો પણ છે...