દીકરો જન્મવાની માન્યતાનો સર્વે:ગર્ભાવસ્થામાં સ્ત્રીનું મોઢું ચમકતું હોય અને સફરજન ખાવાનું મન થાય તો દીકરો જન્મે છે, માન્યતાઓમાં ડૂબેલો આજનો સમાજ

રાજકોટ3 મહિનો પહેલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 18,555 લોકો પર દીકરા-દીકરીના જન્મ અંગેની તેમની માન્યતાઓ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સર્વેમાં તેમને એવો જવાબ મળ્યો હતો કે, સ્ત્રીનું મોઢું ચમકતું હોય અને સફરજન ખાવાનું મન થાય તો દીકરો જન્મે છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ - ફાઈલ તસવીર
સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ - ફાઈલ તસવીર

લોકોમાં સંકેતો અને માન્યતાઓ પ્રવર્તે છે
આ કિસ્સામાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા 77.70% સ્ત્રીઓ અને 22.30% પુરૂષો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં 39.90% લોકો ગ્રામ્ય વિસ્તારના હતા અને 60.10% લોકો શહેરી વિસ્તારના હતા. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે. ઘણા લોકોમાં આજે એકવીસમી સદીમાં પણ ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી તે અંગેના સંકેતો અને માન્યતાઓ પ્રવર્તે છે. આવા સંકેતો માત્ર ગ્રામ્ય વિસ્તાર અને અક્ષરજ્ઞાન ન ધરાવતા હોય તેમાં જ નહી પરંતુ શહેરી વિસ્તારમાં રહેતા અને ભણેલા લોકોમાં પણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...