મુશ્કેલી:GSTમાં ત્રાહિત વ્યક્તિ ગેરરીતિ કરે તોય ટેક્સ ભરનારને પેનલ્ટી લાગે છે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓડિટ સમયે પેનલ્ટી વસૂલવામાં આવતા આર્થિક બોજમાં વધારો

તાજેતરમાં અમદાવાદ ખાતે નિકાસકારોને જીએસટીમાં પડતી મુશ્કેલી અંગે એક બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના નિકાસકારોના પ્રશ્ન રજૂ થયા હતા. જેમાં સૌથી મોટી સમસ્યા ડ્યૂટી ડ્રો- બેક માટેની જણાવી હતી. ડ્યૂટી ડ્રો- બેક એકસરખા નહિ હોવાથી નિકાસકારોના રિફંડ અટવાયા છે. તેમજ ત્રાહિત વ્યક્તિ ગેરરીતિ આચરે તો ટેક્સ ભરનારને પેનલ્ટી લાગે છે.આ સિવાય ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ભર્યો હોવા છતાં ઓડિટ સમયે પેનલ્ટી વસૂલવામાં આવતા નિકાસકારોના આર્થિક બોજામાં વધારો થતો જાય છે.

માહિતી આપતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સીબીટીસીના 2018ના સર્ક્યુલેશન બાદ જે નિકાસકારોના ડ્યૂટી ડ્રો બેક રેટ ઉચ્ચતમ કે સમાનતમ ન હોય તેના આઈજીએસટી રિફંડ માટેના દાવા માન્ય રાખવામાં આવતા નથી. એચ.એસ.એન. ડેક્લેરેશન સમયે નિકાસકાર શિપિંગ બિલમાં એ અથવા સી મુજબ રિફંડ માગે તો આવા રિફંડ સિસ્ટમમાં મળતા નથી. મોટાભાગના કિસ્સામાં શિપિંગ બિલ ફાઇલ કરાયું હોય અને તેમાં ડ્યૂટી ડ્રો બેકના ઉચ્ચતર રેટની માગણી કરવામાં ભૂલ થવાના કિસ્સામાં ક્લેમ નામંજૂર થાય છે.

તેથી શિપિંગ બિલમાં નિકાસકારો દ્વારા સાચી અને વાસ્તવિક ભૂલ એ અથવા સી સિલેક્ટર કરેલ હોય તેઓને મેરિટના આધારે અરજી માન્ય રાખવી. તેમજ મોટા નિકાસકારોએ આના માટે કેસ જીતીને રિફંડ મેળવી લીધેલ છે. ત્યારે નાના નિકાસકારોને નાના રિફંડ માટે કોર્ટ ફી પોષાય શકે એમ નથી. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ સિવાય નિકાસકારો ઘણી મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેમાં સામાન્ય રીતે માલ મોકલનાર- ટ્રાન્સપોર્ટર જીએસટી ચૂકવવા માટે જવાબદાર હોય છે. તેમના દ્વારા મોકલાયેલ માલ- સામાનની જીએસટી પેટેની રકમ તેણે પોતે વસૂલવાની અને ભરવાની હોય છે.

નિકાસકાર તરીકે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પેટે ભરેલ જીએસટીનું રિફંડ મેળવે છે. આવા કિસ્સામાં સરકારને ટેક્સ પેટે કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન થતું ન હોવા છતાં ઓડિટ સમયે આવી જીએસટીની રકમ દંડ સહિત વસૂલવામાં આવે તો રાહત મળી રહેશે.આ સિવાય ટેક્સ ભરનાર હોવા છતાં થર્ડ પાર્ટી કોઇ ગેરરીતિ કરે તો કરદાતાએ તેનો ભોગ બનવું પડે છે. જીએસટીમાં એક કરતા વધુ ખરીદનારા અને વેચનારા હોય છે.

આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઈ તબક્કે કોઈ જાતની ગેરરીતિ આચરવામાં આવે તો છેલ્લો વ્યવહાર કરનાર વ્યક્તિએ ભોગ બનવું પડે છે. જેને નિયમોનુસાર મળવા પાત્ર આઈટીસી મેળવેલ હોવા છતાં તેને રિવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં દર્શાવેલ ક્ષતિના નિવારણ માટે ટેક્સ પેયર્સ દ્વારા સલામતીના યોગ્ય પગલાં ભરવા જરૂરી હોવાનું અંતમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...