તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેર પોલીસે વધુ એક નકલી ડોક્ટરને ઝડપી લીધો હતો. લક્ષ્મીનગરમાં મકાનમાં જ ચાલતી ક્લિનિક પર પોલીસે દરોડો પાડી નકલી ડેન્ટિસ્ટને પકડી લઇ દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ધોરણ 10 પાસ શખ્સ ત્રણ વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. નાનામવા મેઇન રોડ પર લક્ષ્મીનગરમાં પીજીવીસીએલની ઓફિસ સામે અનુપમ સોસાયટીમાં રહેતા અલ્પેશ ભરત જોષી (ઉ.વ.45) પાસે કોઇપણ મેડિકલ ડિગ્રી નહીં હોવા છતાં તે પોતાના મકાનના પાછલા રૂમમાં ક્લિનિક ચાલુ કરી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ અંસારી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે દરોડો પાડતાં જ અલ્પેશ જોષી ગભરાઇ ગયો હતો. પોલીસે મેડિકલ ડિગ્રી અંગે પૂછપરછ કરતાં પોતે ધોરણ 10 પાસ હોવાની કબૂલાત આપી હતી. પોલીસે સ્થળ પરથી દવાઓ અને પ્રિસ્ક્રિપ્શનની કાપલીનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અલ્પેશ જોષી દોશી હોસ્પિટલમાં ડેન્ટિસ્ટની મદદનીશ તરીકે નોકરી કરતો હતો અને ત્રણ વર્ષથી પોતાના મકાનના પાછલા રૂમમાં ક્લિનિક ચાલુ કરી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. દાંત કાઢવાના રૂ.250 અને ચોકઠું બનાવવાના રૂ.2 હજાર દર્દી પાસેથી વસૂલતો હતો.
દોશી હોસ્પિટલમાં આવતા દાંતના દર્દીઓ સાથે સંપર્ક કરી તેમને પોતાની ક્લિનિકે આવવાનું કહેતો હતો તેમજ ત્રણ વર્ષથી પોતાના ઘરમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાથી આસપાસના વિસ્તારના લોકો પણ દાંતની સમસ્યા લઇને તેની પાસે આવતા હતા. અલ્પેશ જોષી ડેન્ટિસ્ટ તરીકે જ પોતાની ઓળખ આપતો હતો. રાજકોટમાં છાનાખૂણે ઘણા ખરા આ પ્રકારના લેભાગુ લોકો ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે પોલીસે આવા નકલી ડોક્ટરો પર તવાઈ બોલાવી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.