તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If A Private Company Does Not Give A Job, Get Hard And Get 4 Government Jobs, Read The Story Behind The Success Of DySP Ritu Raba Of Rajkot

સક્સેસ સ્ટોરી:ખાનગી કંપનીએ જોબ ન આપી તો મહેનત કરી 4 સરકારી જોબ મેળવી, વાંચો રાજકોટના DySP ઋતુ રાબાની સફળતા પાછળની કહાની

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રીતુ રાબાની તસવીર - Divya Bhaskar
રીતુ રાબાની તસવીર

‘પહાડસમો પડકાર હોય કે ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય જાત પર વિશ્વાસ રાખશો તો કોઈક એવો રસ્તો જરૂર મળશે જે સફળતા સુધી પહોંચાડશે’ - આ શબ્દો હાલ કેવડિયા ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ૠતુ રાબાના છે. એક તબક્કે કેમ્પસ ઈન્ટરવ્યૂમાં ખાનગી કંપનીએ નોકરી ન આપતા તેમણે નિર્ધાર કર્યો હતો કે એવી સિદ્ધિ હાંસલ કરીશ કે પિતા મારા નામથી ઓળખાય. બસ પછી તો તૈયારી શરૂ કરી અને એક પછી એક એમ 4 સરકારી નોકરી મેળવી. છેલ્લે 2018માં ૠતુબેનનું સપનું સાકાર થયું અને ડીવાયએસપી બન્યાં.

મૂળ સુરેન્દ્રનગરના બોરાણા ગામના વતની ૠતુબેને ધોરણ-12 સાયન્સ રાજકોટમાં પાસ કર્યું. કેમ્પસ ઈન્ટરવ્યુમાં સિલેક્શન ન થતાં આ ઈન્ટરવ્યુ જ જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. પિતાના સપનાને સાકાર કરવા તેમણે 3 વર્ષ સુધી ઘરે રહીને જ તનતોડ મહેનત કરી. બાદમાં સ્પીપાની પરીક્ષા પાસ કરી અને મહેનતનું પરિણામ પણ મળ્યું. પહેલી નોકરી ચીફ ઓફિસરની મળી. જોકે મંજિલ સુધી પહોંચવા સંઘર્ષ શરૂ જ હતો. જેથી વાંચન માટે સમય ઘટતો હોવાથી થોડો સમય ડીવાયએસઓ તરીકે નોકરી કરી. બાદમાં લેબર ઓફિસર તરીકે પસંદગી થઈ. નોકરી સાથે રાત્રે વાંચન શરૂ હતુ. અંતે તેઓ ડીવાયએસપી બની ગયાં.

“મારા માટે વર્દીથી વિશેષ બીજું કોઈ વસ્ત્ર નથી”
ટ્રેનિંગ દરમિયાન પહેલી વખત વર્ધી પહેરી ત્યારે હર્ષના આંસુ છલકાયા હતાં. તેઓ મહિલા ડીવાયએસપી કહે છે કે, વર્ધીથી વિશેષ બીજુ કોઈ વસ્ત્ર નથી.

પ્રેગ્નેન્સી દરમિયાન 22 કિલોમીટર દોડ પૂરી કરી
ઋતુ રાબા પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રેનિંગમાં જોડાયા હતાં. આ મહિલા પોલીસ અધિકારીએ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ટ્રેનિંગમાં 22 કિમી દોડ પણ કરી હતી.

  • જાત પર વિશ્વાસ હશે તો સફળતા અચૂક મળશે: યુવાનોને ઋતુ રાબાનો મેસેજ
અન્ય સમાચારો પણ છે...