તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધાની હદ:અમારે ત્યાં પુત્રી જન્મી તો મારા સાસુ કહે છે ‘આ મારા દીકરાની કાળ છે’

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં આવતી ચિત્ર-વિચિત્ર સમસ્યાઓ

રાજકોટમાં કર્ફ્યૂ લાગુ કરાયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં આવતી સમસ્યાઓમાં ફરી ચિંતાજનક વધારો થયો છે અને તેમાં હવે અંધશ્રદ્ધાનું તત્ત્વ ભળ્યું છે. એક મહિલાએ ફોન કરીને પોતાની એવી સમસ્યા રજૂ કરી હતી કે ‘અમારા ઘેર પુત્રીનો જન્મ થયો છે. અમે બધા ખૂબ ખુશ છીએ. પણ મારી સાસુ કહે છે કે આ છોકરીનો જન્મ કોરોનાકાળમાં થયો હોવાથી આ મારા દીકરાની કાળ છે. આ લક્ષ્મી નથી કોરોની છે. તેને કોરોની કોરોની કહી એકવાર તો હડસેલો મારી દીધો’.

એક શિક્ષક કહે છે, કોરોના એ ભારતીય ગુરુ પરંપરા નાબૂદ કરવાનું વિદેશી કાવતરું છે
કિસ્સો-1
: મારા પતિ શિક્ષક છે, આવતા વર્ષે નિવૃત્ત થશે. આ મહામારીને કારણે શાળા -કોલેજો શરૂ નથી થતી અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. તેનાથી તેઓ ખૂબ જ પરેશાન છે. તેઓ એવું માને છે કે ભારતીય ગુરુ પરંપરાને નાબૂદ કરવાનું આ વિદેશી કાવતરું છે ઓનલાઇન શિક્ષણનું. રાત્રે ઊંઘમાં પણ બડબડ કરે છે ભારતની ગુરુ પરંપરા નાબૂદ થઇ જશે. આપણી સંસ્કૃતિનો નાશ થશે. ફરી કર્ફ્યૂ આવ્યો ત્યારથી વધુ ઉદાસ રહે છે.

કિસ્સો-2 : દર શિયાળામાં મને શરદી, ઉધરસ થાય છે. આ વખતે પણ થયા તો મારા સાસુએ મને રૂમમાં પૂરી રાખી છે. મેં ટેસ્ટ કરાવ્યો છે નેગેટિવ આવ્યો છે. પણ તેઓ માનતા જ નથી. મારા નાના દીકરાને દૂર રાખે છે. આપ કહો અમને મા-દીકરાને જુદા ન કરે.

કિસ્સો-3: મારી પત્નીનું ચસકી ગયું છે. જ્યારથી રાત્રી કર્ફ્યૂ આવ્યો ત્યારથી તે રોજ કરિયાણું અને શાકભાજી ખરીદે છે. ફ્રીઝ આખું શાકભાજી અને વસ્તુઓથી ભરાઇ ગયું તો પાડોશીઓને ત્યાં મૂકવા જાય છે. હું અને બાળકો સમજાવીને થાક્યા આપ કાંઇક સમજાવો.

કિસ્સો-4 : સાહેબ મારા પતિ આ લોકડાઉન ગમે ત્યારે થશે એવા ભયના કારણે કેટલીય વસ્તુઓ લાવ્યા છે. બીડી 50 નંગ, સિગારેટ ચાર-પાંચ જાતની બધાના 20 નંગ, 1000 ફાકીઓ, તમાકુઓ લાવ્યા છે અને રોજ હિસાબ કરે છે જો લોકડાઉન થશે તો હું કેટલા ભાવે વેચીશ અને મને કેટલો નફો મળશે. મને એવું થાય છે કે એ ગાંડા ન થઇ જાય.

અન્ય સમાચારો પણ છે...