ભાસ્કર વિશેષ:મ્યુકરમાઈકોસિસ માટે આઈસીએમઆરે જાહેર કરેલી ગાઈડલાઈન રાજકોટના 4 તબીબે 3 દિવસમાં બનાવી

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમગ્ર દેશમાંથી 14 જ તબીબના સૂચનો જ માન્ય રાખ્યા અને બધાના નામો પણ લખ્યા

દેશમાં તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ સંસ્થાઓ પૈકીની તેમજ ગંભીર રોગ કે મહામારીમાં સારવાર માટે પ્રોટોકોલ તૈયાર કરતી સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ જ દરેક હોસ્પિટલ વર્તે છે. કોરોનામાં અલગ અલગ ગાઈડલાઈન જારી કર્યા બાદ હાલમાં જેણે સૌથી વધુ ચિંતા જગાવી છે તે મ્યુકરમાઈકોસિસ માટે પણ ગાઈડલાઈન જારી કરી છે.

આ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માટે આઈસીએમઆરે દેશના 14 તબીબને ક્રેડિટ આપી છે જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના 4 તબીબ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી, પીડિયાટ્રિક્સ વિભાગના વડા ડો. પંકજ બૂચ, ઈએનટી વિભાગના ડો. સેજલ મિસ્ત્રી(ભટ્ટ) તેમજ ઈન્ટર્નલ મેડિસિન વિભાગના ડો. દીપમાલા બુધરાણી પણ સામેલ છે. આ ચારેય તબીબની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે અને તમામે માત્ર 3 જ દિવસમાં સમગ્ર પ્રોટોકોલ તૈયાર કરી આઇસીએમઆરને મોકલી દીધો હતો તેમજ વીડિયો કોન્ફરન્સમાં પણ ચર્ચા કરી હતી અને બાદમાં સૂચનો માન્ય રાખ્યા છે.

રાજકોટની સ્થિતિ જોઈને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર કર્યો
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી જણાવે છે કે, ‘સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ, મેનેજમેન્ટ સર્જરી બાબતો માટે ગાઈડલાઈન તૈયાર કરવાની છે. શું કરવું, શું ન કરવું તેમજ કેવા પ્રકારની દવા આપવી આ બધી વિગતો માટે આખી ટીમે સાથે રહીને કામ કર્યું હતું.

રાજકોટમાં આ પહેલા મ્યુકરના કેસ આવ્યા હતા એટલે તે અનુભવ ખાસ્સો કામ લાગ્યો હતો અને તેના આધારે સૂચનો તૈયાર કર્યા હતા તેમજ વીડિયો કોન્ફરન્સમાં આ મામલે ચર્ચા કરી હતી. 3 દિવસમાં બધી તૈયારી કરી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા અને તુરંત જ આઈસીએમઆરે નવી ગાઈડલાઈન મોકલી જો તેમાં કોઇ સૂચન હોય તો તે પણ જણાવવા કહ્યું હતું.’

હજુ આખો પ્રોટોકોલ પણ જાહેર કરાશે
ICMR જે ગાઈડલાઈન જાહેર કરી છે તે હજુ નાની છે અને સ્ક્રીનિંગ અને ડાયગ્નોસિસનો ભાગ લીધો છે તેનાથી બચવા શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું છે. મ્યુકરમાઈકોસિસમાં કેવા પ્રકારના કેસ હોય તો કેવી સર્જરી કરવી, દવા અને ઈન્જેક્શન આપવા તેના માટે આખી ગાઈડલાઈન આગામી સમયમાં જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...