તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનિટ્રેપ:‘હેલ્લો હું જાનકી, ફ્રેન્ડશીપ કરવી છે’ કહી ખેડૂત સાથે 9 દિવસ મીઠી વાતો કરી, રાજકોટ બોલાવી રૂમમાં પુરી દુષ્કર્મની ધમકી, 2.5 લાખ પડાવવા પ્રયાસ

રાજકોટ5 મહિનો પહેલા
પોલીસે પાંચ શખ્સની ધરપકડકરી.
  • પોલીસે બે યુવતી, બે મહિલા, એક યુવાન અને એક સગીરની ધરપકડ કરી

રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં ટંકારાના નેકગામના ખેડૂતને હેલ્લો હું જાનકી બોલું છું, રાજકોટમાં રહું છું, તમને સારી રીતે ઓળખું છું, મારે તમને મળવું છે, તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવો યુવતીનો ફોન આવ્યો હતો. બાદમાં ખેડૂત સાથે યુવતીએ નવ દિવસ સુધી મીઠી મીઠી વાતો કરી હતી. બાદમાં ખેડૂતને રાજકોટ બોલાવી હડાળાના પાટીયા પાસે એક રૂમમાં વાત કરવા લઇ જઇ બાદમાં સાગરીતોને બોલાવ્યા હતા. યુવતીએ દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ખેડૂત પાસેથી અઢી લાખ પડાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં ખેડૂતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવાતા પોલીસે બે યુવતી, બે મહિલા, એક યુવાન અને એક સગીરની ધરપકડ કરી છે.

પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી
પોલીસે આ બનાવમાં ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ મગનભાઇ દેત્રોજાની ફરિયાદ પરથી રાજકોટ ચુનારાવાડની જાનકી કનકભાઇ કુંભાર, મિંતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નાર્કોટીક્સના ગુનામાં અગાઉ સંડોવાય ચૂકેલી જીલુબેન, માંડા ડુંગરની ગોળાઇ પાસે આવેલા મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા ગીતાબેન તથા તેના સગીર પુત્ર સામે IPC 387, 120 (બી), 419, 342, 323, 504, 114 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

ખેડૂતે પૈસાનો મેળ કરવા બે-ત્રણ કલાક બહાર જવા દ્યો તેમ કહ્યું હતું
પૂર્વ આયોજીત કાવત્રુ ઘડી પૈસા પડાવવાના ઇરાદે નિતીનભાઇ સાથે જાનકીએ ફોન પર દસેક દિવસ સુધી હું તમને ઓળખુ છું, તમને મળવું છે એવી વાતો કરી છેલ્લે ગઇકાલે રાજકોટ મળવા બોલાવી રૂમમાં બેસાડી વાતો કરી હતી. ત્યારે બીજા શખ્સોએ પ્લાન મુજબ આવી જઇ પોલીસની ઓળખ આપી આ ખોટુ કહેવાય, ગુનો બને કહી ધમકાવી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી દઇ અઢી લાખ કઢાવવા ગોંધી રાખ્યા હતા. બાદમાં લાફા મારી બળજબરીથી આધારકાર્ડ પડાવી લીધું હતું. બાદમાં નીતિનભાઇએ બે-ત્રણ કલાક બહાર જવા દ્યો તો પૈસાનો મેળ કરી આવું તેમ ટોળકીને કહ્યું હતું. આથી તેઓને જવા દીધા હતા. પરંતુ ખેડૂત આજીડેમ પહોંચ્યા હતા અને પોલીસે આ ટોળકીની ધરપકડ કરી હતી.

આજીડેમ પોલીસે ધરપકડ કરી.
આજીડેમ પોલીસે ધરપકડ કરી.

પૈસાની ખેંચ દૂર કરવા ઉર્વેશે પરિચિત બે યુવતી સાથે પ્લાન ઘડ્યો
આરોપી ઉર્વેશે અગાઉ ખેડૂત પાસેથી ઇકો ગાડી ભાડે લીધી હોય તેના ફોન નંબર હતો. પૈસાની ખેંચ દૂર કરવા ઉર્વેશે પરિચીત બે યુવતીઓ જાનકી અને ગીતા સાથે મળી ખેડૂતને ફસાવવાનો પ્લાન કર્યો હતો. ખેડૂત ગઇકાલે રતનપર રામ મંદિરે આવ્યા હતા. ત્યાંથી જાનકી હડાળાના પાટીયે રૂમમાં લઇ ગઇ હતી. બે મિનીટ બેઠા ત્યાં ગીતા અને ઉર્વેશ પોલીસ બનીને આવ્યા હતા. બંનેએ ખેડૂતને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી દઇ માંડા ડુંગર પાસેની જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં જઇ અઢી લાખ માંગ્યા હતા. ખેડૂતે બે-ત્રણ કલાક બહાર જવા દેવાય તો પૈસાનો મેળ થશે તેમ કહેતાં આધાર કાર્ડ લઇ જવા દેવાયા હતા. પરંતુ ખેડૂત સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.