તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:‘મારે દાદા નહિ પહેલા નાના થવું છે’ કહી ત્રાસ આપ્યો, પુત્રવધૂને બે વખત ગર્ભપાત થઇ ગયો

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તબીબ પતિ સહિત સાસરિયાઓ સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ

સાસરિયાઓના ત્રાસ સામે વધુ એક પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ મુંજકા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનગરમાં માવતરે રહેતી અમરીન ભટ્ટીએ મૂળ અમરેલીના તબીબ પતિ વસીમ ભટ્ટી, સસરા હારૂનભાઇ જુસબભાઇ ભટ્ટી, સાસુ યાસ્મીનબેન, નણંદ તબસ્સુમ અને રૂકસાર સમીર ટાંક સામે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગ્રેજ્યુએટ થયેલી અમરીને નોંધાવેલી ફરિયાદમાં, તેના જ્ઞાતિના રીતરિવાજ મુજબ વસીમ સાથે 2012માં લગ્ન થયા છે. લગ્નના એક મહિના બાદ પોતે ગર્ભવતી થઇ હતી. મારા લગ્નના બે વર્ષ પૂર્વે નણંદના લગ્ન થયા હોય પણ તેને સંતાન ન હોય સસરા કહેતા કે, મારે પહેલા દાદા નહિ નાના થવું છે. પોતે ગર્ભવતી હોવા છતાં નણંદો ઘરનું કામ કરાવી ત્રાસ આપી મેણાંટોણાં મારી ત્રાસ આપતા હતા. પતિને જરૂરી ચીજવસ્તુઓ લઇ આપવાની વાત કરતા તું પહેલા કમાતા શીખ, પછી વસ્તુઓ લેવાનું વિચારજે, હું જ્યાં સુધી તને રાખું ત્યાં સુધી તારે હું રાખું તેમ રહેવાનું, આટલેથી પતતું ન હોય તેમ સાસુ પણ તારે તો નંબર વાળા ચશ્માં છે, તું બાડી છો, મારો દીકરો તો ડોક્ટર છે, તેને કોઇ ખોડખાંપણ નથી તેવા મેણાં મારતા હતા. સાસુ-સસરા, નણંદો પતિને ચડામણી કરી પોતાને માર ખવડાવતા હતા.

આ સમયે પોતાને મિસ ડિલિવરી થઇ ગઇ હતી. ત્યાર બાદ પોતાને એપેન્ડિક્સની તકલીફ થતા ઓપરેશનનો ખર્ચો પણ લગ્ન પહેલા નોકરી કરતી હતી તે કંપનીના બોસ પાસેથી પૈસા લઇ ઓપરેશન કરાવ્યું હતું. 2015માં પતિને રાજકોટની કિડની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી મળતા થોડો સમય રાજકોટ રહ્યાં હતા. સાત મહિના બાદ પતિને અમરેલી તાલુકા હેલ્થ કચેરીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી મળતા ફરી અમરેલી રહેવા જતા રહ્યા હતા. આ સમયે પતિ તારી કંઇ જરૂર નથી તેમ કહી કાઢી મૂકવાની ધમકી આપતા હતા, પરંતુ ઘરસંસાર ચલાવવા સહન કરતી હતી. ત્યાર બાદ વધુ એક વખત પોતે ગર્ભવતી થઇ હતી. આ સમયે પણ સાસુ સહિતનાઓએ સતત ઘરકામ કરાવી ત્રાસ આપતા ત્રણ મહિનાનો ગર્ભપાત થઇ ગયો હતો. દરમિયાન ત્રીજી વખત પોતાને ગર્ભ રહ્યો હતો. આ સમયે તબીબે સંપૂર્ણ આરામ કરવા જણાવ્યું હોવાથી પિયર આવી ગઇ હતી. આ સમયે પતિ સહિતનાઓ તારા પેટે દીકરો જ જન્મવો જોઇએ તેવા મેણાં મારતા હતા.

બાદમાં પોતે દીકરીને જન્મ આપ્યો હતો. દોઢ મહિના બાદ સાસરે જતા સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. દીકરી રડતી હોય ત્યારે પતિ ગુસ્સે થઇ મને છોકરીનો અવાજ ગમતો નથી તેમ કહી ગાળો ભાંડતા હતા. સાસરિયાઓના અનહદ ત્રાસથી કંટાળી પોતે પુત્રીને લઇ પિયર આવી ગઇ હતી. આ સમયે પતિએ જો પાછી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમાધાનના પ્રયાસો કરવા છતાં સાસરિયાઓએ કોઇ પ્રત્યુત્તર નહિ આપતા અંતે પોલીસ ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો