અત્યાચાર:‘મારે અન્ય સાથે પ્રેમ છે, તું ગમતી નથી’ કહી પતિ મારતો’તો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટની પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી

સામાન્ય બાબતે દાંપત્ય જીવનમાં પડતી તિરાડનો વધુ એક બનાવ પોલીસમાં નોંધાયો છે. છ મહિનાથી ઇન્દિરા સર્કલ પાસે રોયલપાર્કમાં માવતરે રહેતી રિદ્ધિએ અમદાવાદ રહેતા પતિ રાહુલ અંટાળા, સાસુ મંજુલાબેન, નણંદ વૈદર્ભીબેન, નણદોઇ સુદીપભાઇ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. રિદ્ધિબેનના લગ્ન તા.21-11-2019માં રાહુલ સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ રાહુલે અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું અને તું ગમતી ન હોવાનું કહી માર મારતા હતા.

એટલું જ નહિ સાસુ મંજુલાબેન પણ પિયરમાંથી કરિયાવરમાં કંઇ લાવી નથી, આવી ને ઘરમાં ન રખાય તેવા મેણાં મારી પતિને ચડામણી કરતા રહેતા હતા. જેને કારણે પતિ ઝઘડો કરતા રહેતા હતા. લગ્ન પહેલા પતિ રાહુલને પ્રેમસંબંધ હોય તે પોતાના પર શંકા કરતા રહેતા હતા. ગત એપ્રિલ મહિનામાં પોતે કોરોનામાં સપડાયા છતાં પતિ સારવાર માટે લઇ જતા ન હતા. જેથી પિતાને ત્યાં મૂકી જવાનું કહેતા પતિ રાહુલે ઝઘડો કરી તારા પિતાને કહે કે તે આવીને તેડી જાય. આ વર્તનથી પિયરમાં વાત કરતા ભાઇ આવીને તેડી ગયો હતો અને સારવાર કરાવી હતી.

સારવારમાં પતિ કે સાસરિયાએ ખબરઅંતર પૂછ્યા ન હતા. કોરોના થયા બાદ તે પિયરમાં જ છે. બાદમાં પતિ રાહુલનો પિતાને ફોન આવ્યો હતો કે મારા વિદેશ જવાની ફાઇલ તૈયાર થઇ ગઇ છે, તો હવે શું કરવાનું છે, જેથી મારા પિતાએ રિદ્ધિને લગ્ન સમયે અમે આપેલા ઘરેણાં તેમજ અન્ય સરસામાન પરત આપવા કહ્યું હતું. છતા પતિએ કરિયાવરનો સામાન પાછો આપ્યો નથી. આટલું થવા છતાં પોતે પતિ સાથે રહેવા રાજી હોય પરંતુ પતિ કે સાસુ સહિતનાઓએ સમાધાન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી પોતાના જીવનનિર્વાહ કરવા ખર્ચો માગતાં તે પણ આપતા ન હોય અંતે ફરિયાદ કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...