આત્મહત્યા:બહેનને ફોન કરી કહ્યું, દીકરીઓનું ધ્યાન રાખજે, બાદમાં યુવકનો આપઘાત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના રૈયામાં રહેતા રિક્ષાચાલક યુવકે સોમવારે આજી ડેમ બગીચામાં ઝેરી દવા પી લઇ જીવનનો અંત આણી લીધો હતો. યુવકે આપઘાત કરતા પહેલા તેના બહેનને ફોન કર્યો હતો અને તેની ત્રણ પુત્રીનું ધ્યાન રાખવાની ભલામણ કરી હતી.

રૈયાગામ વિસ્તારમાં રહેતા જૂનાગઢના વતની રાહુલ જમનભાઇ વાઢેરે (ઉ.વ.29) સોમવારે સવારે આજી ડેમ બગીચામાં ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. રાહુલ એક બહેનનો એકનો એક ભાઇ હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્રી છે.

સોમવારે સવારે રાહુલે તેની પત્નીને કહ્યું હતું કે, પોતે જૂનાગઢ જાય છે, ત્યારબાદ ઘરેથી નીકળીને આજી ડેમે પહોંચ્યો હતો, ત્યાંથી તેના બહેનને ફોન કરીને કહ્યું હતું કે, પોતાનાથી કોઇ ભૂલચૂક થઇ હોય તો માફ કરજે, અને પોતાની ત્રણ પુત્રીનું ધ્યાન રાખવાની ભલામણ કરી હતી. ફોન પર વાત કર્યા બાદ રાહુલે વખ ઘોળી લીધું હતું. આર્થિક સંકડામણને કારણે યુવકે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...