તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:છૂટાછેડા પછી પતિનો ત્રાસ, ફાંસો ખાઇ યુવતીનો આપઘાત

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કુવાડવા રોડ પરના રામપાર્કનો બનાવ
 • જૂનાગઢ રહેતા શખ્સની શોધખોળ શરૂ કરાઇ

શહેરના કુવાડવા રોડ પરના રામપાર્કમાં પિયરમાં રહેતી યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. છૂટાછેડા થઇ ગયા બાદ પણ પૂર્વ પતિ પરેશાન કરતો હોય કંટાળીને યુવતીએ પગલું ભર્યું હતું. રામપાર્કમાં પિતાના ઘરે રહેતી જલ્પા રમેશભાઇ ડાભી (ઉ.વ.22)એ મંગળવારે સાંજે પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં પરિવારજનોએ જલ્પાને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જલ્પાના લગ્ન જૂનાગઢના પ્રેમ લાઠિયા સાથે દોઢ વર્ષ પહેલા થયા હતા. લગ્નજીવનના થોડા દિવસ બાદ જ કંકાસ શરૂ થયો હતો અને છ મહિના પૂર્વે જલ્પાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ પ્રેમ લાઠિયા પરેશાન કરતો હોય કંટાળીને જલ્પાએ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. બનાવથી ડાભી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો