તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાનો ત્રાસ:‘તારે ઘરમાં રહેવું હોય તો તારે તારૂ કમાવું પડશે, તને કંઈ કામ આવડતું નથી’ તેવું કહી પતિનો ત્રાસ, રાજકોટમાં મહિલાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
 • પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી ત્રાસ આપતા હોવાનો પત્નીનો આક્ષેપ

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક મહિલાએ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં ગોવર્ધન ચોકમાં રહેતી પરિણીતાએ સાસરિયા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે મારા પતિ મને કહેતા કે આ મારૂ ઘર છે. જો તારે આ ઘરમાં રહેવુ હોય તો તારે તારૂ કમાયને ખાવું પડશે. નહીંતર તારા માવતરે જતી રહે. આ સાથે જ સાસુ-સસરા કહેતા કે તને કંઈ કામ આવડતું નથી તેમ કહીં વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસે આરોપી પતિ બીપીન હિંમતભાઈ પરમાર, સસરા હિંમતભાઈ પરમાર અને સાસુ ઉષાબેન પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે આ ત્રણેય સામે આઈ.પી.સી કલમ 498(ક), 323, 504 અને 114 મુજબ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાએ કંટાળીને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાસરિયાઓ ભેગા મળી નાની નાની વાતમાં ઝઘડો કરતાં હતા અને અપશબ્દો બોલીને મેણાંટોણા મારતાં હતાં. આ સાથે જ શારિરીક અને માનસિક દુઃખ આપી ત્રાસ આપતાં હતા. પીડિતાના લગ્ન આજથી 4 વર્ષ પહેલા થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ જ સાસરિયાઓએ ત્રાસ આપાનું શરૂ કરી દીધુ હતું.

મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ- પીડિતા
મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે ઘરમાં ધ્યાન આપતા નહીં. જેથી મેં મારા સાસુ-સસરાને વાત કરતા તેઓ પણ મને ત્રાસ આપતા અને કહેતા કે તું કામ સરખું નહીં કરતી હોય એટલે જ તો એ બીજી સ્ત્રી પાસે જાય ને. આમ અવાર નવાર ત્રાસ આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો