રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ શાપર વેરાવળના શાંતિધામમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં યુવાને રાતે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં યુવકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેની પત્નિ કેટલાક દિવસોથી શાપરમાં જ રહેતાં માવતરના ઘરે રિસામણે જતી રહી હોઇ પોતે ગઇકાલે તેડવા જતાં સાસરિયા પક્ષ સાથે બોલાચાલી થતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું.
હનીટ્રેપના ગુન્હામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
છેલ્લા એક વર્ષથી હનીટ્રેપના ગુનામાં નાસ્તા ફરતા જૂનાગઢના આરોપીની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. જોડિયાના રસનાળ ગામના હર્ષદ અધારાએ કુવાડાવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે નામચીન જીન્નત ઉર્ફે બેબી રકીફ મકવાણા, વિહા લખમણ કટારિયા, હંસા સિંધુ અધોલા અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. આ ગુન્હામાં યુવકને લગ્નની લાલચ આપી ફોન પર વાતો કરી યુવતીએ નવાગામ બોલાવ્યો હતો જ્યાં યુવતી સહિત ચાર શખ્સોએ ધોકા વડે માર મારી તેમજ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી 4 લાખ માંગીને દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવમાં કુવાડવા પોલીસ સ્ટાફે અગાઉ આરોપીઓને પકડી લીધા હતા પરંતુ જૂનાગઢના મેણીયા ગામનો વિહા ઉર્ફે વીસા ગોકળભાઈ કટારીયા છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હોય જેને કુવાડવા પોલીસે બાતમીને આધારે જૂનાગઢ તેમના ઘરેથી પકડી લીધો હતો. આરોપી વીસા વિરુદ્ધ જૂનાગઢ સી ડિવિઝનમાં પણ બળજબરીથી રૂપિયા પડાવવા અને મારકુટ અંગેની ફરિયાદ નોંધાઈ ચુકી છે જે ગુન્હામાં પણ આરોપી નાસતો ફરતો હતો.
પારડી ગામ પાસે બાઈક સ્લીપ થતા આધેડનું મોત
રાજકોટના કાંગશીયાળી ગામમાં કલ્પવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ મગનભાઇ કણસાગરા (ઉ.વ.40) ગત તા. 4 નવેમ્બર ના રોજ પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા. ત્યારે પારડી ગામ પાસે મોટર સાયકલ સ્લીપ થતા નરેન્દ્રભાઇને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. મુકેશભાઇએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી કાર્યવાહી હાથ ધરી છે.
એસીડ ગટગટાવ્યા બાદ મહિલાની તબીયત લથડી, સારવારમાં મોત
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદીક હોસ્પીટલની પાછળ આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા ચંપાબેન ભીખુભાઇ કાનાણી (ઉ.વ.58) એ ગત તા.3 ના રોજ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં તેને સારૂ થઇ જતા તેઓ ઘરે જતા રહયા હતા પરંતુ થોડા દિવસ બાદ તેની ફરી તબીયત બગડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ચંપાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે તે તેના મોટા પુત્ર સાથે રહે છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અલ્પેશભાઇ તથા રાઇટર અનુજભાઇએ કાગળો કરી તપાસ હાથ ધરી છે.
રૂ.10.92 લાખની ચોરીના ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો
કુવાડવા નજીક આવેલા એક ગોડાઉનમાં થયેલી રૂ.10.92 લાખની સોપારી ચોરીના ગુનામાં નાસતો ફરતો શખ્સ સિવિલ હોસ્પિટલ પાસે હોવાની ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા ગુલામ ફરીદ મહંમદભાઇ બીલખીયા (ઉ.વ.45) ને સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રીજ નીચેથી પકડી લીધો હતો. આરોપીએ કુવાડવા નજીક આવેલા ગોડાઉનમાંથી ગત તા. 29 જાન્યુઆરી ના રોજ રૂ. 10.92 લાખની 3640 કિલો સોપારીની ચોરી અંગે પંકજભાઇ લક્ષ્મીદાસભાઇ ગજેરા એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે આ ગુનામાં અગાઉ ભાવનગરના પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.