તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દિયર-ભોજાઇની મસ્તીથી પતિએ કરી શંકા, પત્નીને ચપ્પલથી મારી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારિત્ર પર શંકા કરી ત્રાસ આપતા સાસરીયાં સામે ફરિયાદ

શહેરમાં ઘરેલુ હિંસાનો વધુ એક પરિણીતા ભોગ બનતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ એરપોર્ટ રોડ, વંદનવાટિકામાં સાત મહિનાથી માવતરે રહેતી અંકિતા નામની પરિણીતાએ ઉદયનગર-1માં રહેતા પતિ નિલેશ, સસરા જગદીશભાઇ દેવજીભાઇ ચૌહાણ, સાસુ ક્રિષ્નાબેન સામે ફરિયાદ નોંધાવી છે. બી.કોમ સુધી અભ્યાસ કરનાર અંકિતાએ નોંધાવેલી ફરિયાદમાં તેના લગ્ન આર્મીમાં અગાઉ ફરજ બજાવતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર નિલેશ સાથે અગિયાર વર્ષ પહેલા થયા છે. લગ્નજીવન દરમિયાન બે સંતાન છે.

પતિ આર્મીમાં ફરજ બજાવતા હોવાને કારણે જમ્મુ-કાશ્મીર અને દિલ્હી રહ્યા હતા. ત્યાં પણ પતિ રસોઇ બાબતે ઝઘડો કરી માર મારતા હતા. બાદમાં પોતે સગર્ભા હોય ડિલિવરી કરવા સાસરે ગઇ હતી. જયાં સાસુ મેણાંટોણાં મારતા અને પતિને ચઢામણી કરતા હતા. જેને કારણે પતિ ઝઘડો કરતા હોય પોતે નવ મહિના માવતરે જતી રહી હતી. સમાધાન કર્યા બાદ ફરી તે સાસરે જતા સાસુ-સસરાએ કરિયાવર મુદે તમે ભિખારી છો, તારા બાપને કે કયાંકથી દેણુ કરીને પણ સોનું આપે તેમ કહી દહેજની માંગણી કરતા હતા. એટલું જ નહિ પોતે દિયર સાથે મસ્તીમજાક કરે તો પતિ પોતાના ચારિત્ર પર શંકા કરતા અને ચપ્પલથી ઢોર માર મારતા હતા. આમ પતિ તેમજ સાસુ-સસરાના અનહદ ત્રાસથી કંટાળીને અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અહીં રહેવું હોય તો માર ખાવો પડશે, કહી પરિણીતાને ત્રાસ
મવડી, શ્રીનાથજી સોસાયટીમાં માવતરે રહેતી મીના નામની પરિણીતાએ નજીકમાં જ રહેતા પતિ મયૂર, સસરા મોહનભાઇ ખીમાભાઇ માલા, સાસુ મનુબેન અને દિયર મિલન સામે ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલા લગ્ન થયા બાદ પતિ સહિતના સાસરિયાંઓ લગ્નના ત્રણ મહિના બાદ જ નાની નાની બાબતોએ ઝઘડો કરી ગાળો ભાંડી માર મારતા હતા અને સાસુ-સસરા, દિયર પતિને ચઢામણી કરતા પતિ પોતાને માર મારતા હતા. અને પતિ કહેતા, તારે અહી રહેવું હોય તો માર ખાવો જ પડશે તેમ કહી ત્રાસ આપતા હોવાનું મીનાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...