રાજકોટમાં અન્ય યુવતી સાથે સંબંધ રાખવા અંગે પત્નીએ તેના ડોક્ટર પતિ સામે ફરિયાદ કરી હતી. આ કેસમાં પત્નીને માનસીક તથા શારીરીક ત્રાસ આપવાના કેસમાં પતિને બે વર્ષની સજા તથા માનસીક ત્રાસ આપવાના વળતર પેટે પાંચ લાખ ચુકવવા તેમજ પાંચ લાખનું વળતર ના ચૂકવે તો વધુ એક વર્ષની વધુ સજા કોર્ટે ફટકારી છે.
છુટાછેડા આપવા માટે દબાણ કરવામાં આવતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર નવકાર મકાનમાં રહેતા વણીક જૈન મહીલા રશ્મીબેન શાહે તેમના ડોકટર પતિ બીપીનભાઈ શાહ, સાસુ તથા જેઠ અને જેઠાણી સામે માનસીક, શારીરકી ત્રાસ અંગેની ફરીયાદ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલી તે ફરીયાદમાં ફરીયાદી રશ્મીબેને જણાવેલ કે 6 ડિસેમ્બર 1985 ના રોજ મુંબઈ મુકામે મારી સાથે લગ્ન કરી રાજકોટ તેડી લાવેલા અને રાજકોટ લાવ્યા બાદ મારા પતિ ડોકટરની પ્રેકટીસ કરતા હોય તેથી એક યુવતિના પિતાની સારવાર કરવા ડો. બીપીન જતા હતા અને તે સમયે તેની સાથે ડોકટર લગ્ન બાહયતર સંબંધો બાંધવા લાગેલા અને ત્યારબાદ ફરીયાદીને છુટાછેડા કરી નાખવા માટે આરોપીઓ દબાણ કરતા હતાં.
પત્નીએ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ કરી હતી
આ અંગે પીડિત પત્નીએ પતિ સહિત સાસરિયાઓ કોઈ સંબંધ રાખતા નહીં હોવાથી શારીરિક અને માનસિક રીતે હેરાન કરતાં હોવાની ફરિયાદ કરી હતી. જેમા આરોપીઓની એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરેલી.આ કેસ રાજકોટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે કોર્ટમાં દલીલો કરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનો રજુ કરી કોર્ટને કન્વીન્સ કારાવેલ કે પત્નીને માનસીક અને શારીરીક ત્રાસ આપવા માટેનો આ ફીટ કેસ છે અને તે દલીલો માન્ય રાખી આરોપી પતિને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે અને પાંચ લાખ માનસીક ત્રાસ આપવાના વળતર પેટે ચૂકવવાનો આદેશ કરેલ છે. જો વળતર ન ચુકવે તો વધુ એક વર્ષની સજા એટલે કે ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ ફમાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.