દાદાગીરી:પરિણીતાનો આપઘાતનો પ્રયાસ છતાં પતિ કહે છે ‘તેની ભૂલ છે’, ઘરનો ઉંબરો ન વટવા સતત દબાણ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં આર્થિક તંગી હોવાથી પત્નીએ કામ કરવાની ઈચ્છા દર્શાવી તો ના પાડી દીધી

લોકડાઉનને કારણે ઘણા લોકો આર્થિક તંગી ભોગવી રહ્યા છે. આ સમયે બે છેડા ભેગા કરવા પતિને મદદ કરવાની ઈચ્છા ધરાવતી પત્નીને પતિએ શંકાની નજરે જોતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. શહેરના ગરીબ વિસ્તારમાં રહેતા એક મહિલા રેલવે ટ્રેક પર બેઠા હતા અને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. લોકોએ તેમને ટ્રેક પરથી હટવાનું કહેતા તેઓ હટ્યા ન હતા જેથી શંકા જતા 181ને ફોન કરતા કાઉન્સેલર તૃપ્તિ પટેલ અને જીઆરડી પૂજાબેન પાઇલટ ભાવેશભાઈ પહોંચ્યા હતા. તેમને ટ્રેક પરથી દૂર કરી કાઉન્સેલિંગ કરતા મહિલાએ આપવીતી જણાવી હતી કે તેનો પતિ ફરસાણની દુકાનમાં કામ કરે છે. હાલ લોકડાઉનને કારણે આવક બંધ થતા તેણે ઘરે બેઠા કોઇ કામ કરવાનું કહ્યું હતું જેની ઘસીને ના પાડી દીધી હતી. બાળકોનો નિભાવ ન થતા અને સતત માનસિક તાણ રહેતા આપઘાતનો વિચાર આવ્યો હતો. અભયમના સ્ટાફે તેના પતિને ફોન કરતા લાજવાને બદલે ગાજ્યો હતો અને બોલ્યો હતો કે ‘મારો વાંક નથી તેની ભૂલ છે’ આ જવાબ સાંભળતા જ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર લઈ જવાયા હતા. જો કે બાદમાં પતિની શાન ઠેકાણે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...