તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પતિ, સાસુએ ત્રાસ આપ્યો, તો જેઠે અડપલાં કરી ધમકી દીધી, 90 વર્ષના વૃદ્ધને કૌટુંબિક ભાઇએ માર માર્યો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઘરેલુ હિંસા અંતર્ગત વધુ એક ફરિયાદ જામનગર રોડ, પદ્માવતી પેલેસમાં માવતરે રહેતી કોમલ દવે નામની પરિણીતાએ થાન ગામે રહેતા પતિ ગોપાલ મહેશભાઇ દવે, સાસુ હર્ષિદાબેન અને જેઠ ભરતભાઇ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેના લગ્ન 2008માં ગોપાલ સાથે થયા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ જ સાસરિયાઓએ ઘરકામ મુદ્દે ઝઘડાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં કરિયાવર મુદ્દે મેણાંટોણાં મારી વધુ કરિયાવર લઇ આવવાની માગણી કરી પતિને ચડામણી કરતા પતિ ગોપાલ પોતાને માર મારતા હતા. જ્યારે જેઠ ભરતભાઇ પોતાની સામે બીભત્સ ઇશારા કરી શારીરિક અડપલાં કરી ત્રાસ આપતા હતા. જેઠનો પ્રતિકાર કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હેડ કોન્સ.આર.પી.કથીરિયાએ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં ગુંદા ગામે રહેતા ચકુભાઇ રૈયાણી નામના વૃદ્ધે તેના કૌટુંબિક ભાઇ રમેશભાઇ રૈયાણી સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વૃદ્ધ શનિવારે સવારે તેના પુત્ર ભરતની ગામની સીમમાં આવેલી વાડીએ હતા. છેલ્લા કેટલાક સમયથી શેઢા તકરાર ચાલતી હોય તે મુદ્દે કૌટુંબિક ભાઇ વાડીમાં ધસી આવી ગાળો ભાંડી લાકડી, હોકીથી માર મારી હાથે-પગે ગંભીર ઇજા પહોંચાડી હતી જે અંગેની ફરિયાદ નોંધાતા તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો