ક્રાઈમ:‘રૂપિયા 5 લાખનો દહેજ માગી પતિ, સાસુ, સસરા અને જેઠ પગ ધોવડાવી તે પાણી મને પીવડાવતા’

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નના એક મહિના બાદ સાસરિયાઓએ અમાનુષી ત્રાસ ગુજાર્યો, રાજકોટની યુવતીએ વર્ણવી આપવીતી
  • મહારાષ્ટ્રમાં હતા ત્યારે સસરા પતિ સાથેના અંગત જીવનની વાતો પૂછી ખરાબ નજર કરતા’તા

હું જંગલેશ્વરમાં રહેતા આમદભાઇ સોરાના ચાર સંતાનો પૈકી સૌથી મોટી પુત્રી છું, મારા લગ્ન ચાર વર્ષ પહેલા અમરેલીના લીખાળા ગામના વતની સાજીદ ગાહા સાથે થયા હતા, લગ્ન બાદ અમે સુરત રહેતા હતા અને ત્યાં મારો પતિ કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવતો હતો, લગ્નના એક મહિના સુધી બધુ વ્યવસ્થિત ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ સ્થિતિ બદલાઇ હતી, પતિ સાજીદ, સાસુ નુરબાઇ, સસરા ભોળા, જેઠ રહીમ અને નણંદો મુમતાઝ તથા રિઝવાનાએ તું કરિયાવર ઓછો લાવી છો તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. મારા પિતાના ચાર સંતાનો પૈકી હું સૌથી મોટી છું, સાસરિયાના ત્રાસ અંગે પિયરમાં જાણ કરું તો પરિવારજનો દુખી થાય તેવું માની હું તમામ ત્રાસ સહન કરતી હતી.

‘પટ્ટાથી માર મારી બધાના પગ ધોવડાવ્યાં’
લીખાળા ગામે હતા ત્યારે પતિ સાજીદ બીમાર થતાં સાસુએ મેણાંટોણાં મારવાનું શરૂ કર્યું હતું, મે વિનમ્રતાથી સાસુને જવાબ આપ્યો તો તેનું ઊલટું કરી મારા પતિ સાજીદને ચડામણી કરી એ દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો, પતિ સાજીદે મારી વાત સાંભળવાને બદલે મને કમ્મરપટ્ટાથી ઢોરમાર માર્યો હતો અને સાસુ, સસરા તથા જેઠના પગ ધોવડાવી તે પગ ધોયેલું પાણી મને પરાણે પીવડાવ્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ સાસુ, સસરા અને જેઠે મારા પતિ સાજીદને બેસાડી તેના પગ ધોવડાવ્યા હતા અને તેનું પણ પાણી પીવડાવ્યું હતું.

‘સસરા ખરાબ નજરથી જોતા હતા’
મારી એક એક મિનિટ નર્ક સમાન બનાવી દીધી હતી, અને રૂ.5 લાખ પિયરમાંથી લઇ આવવાનું કહી સતત ત્રાસ ગુજારતા હતા. વતન લીખાળાથી હું, મારા સસરા અને પતિ સહિતનાઓ મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં ગયા હતા, ત્યાં પણ ઠંડાપીણાની દુકાન હતી, જે સસરા સંભાળતા હતા જ્યારે પતિ સાજીદ ધંધાના કામે સતત સુરત જતા હતા. હું અને મારા સસરા નંદુરબાર એકલા ઘરે હોય ત્યારે મારા સસરા મારી સામે ખરાબ દૃષ્ટિ કરતા હતા અને મારા પતિ સાથેના અંગત જીવનની વાતો પૂછતા હતા. પતિ અને સસરાના ત્રાસથી વાકેફ પાડોશીઓએ મારા પિયરમાં જાણ કરતા મારા કાકા પૂર્વ કોર્પોરેટર રહીમભાઇ સોરાને ફોન કરતા તેઓ નંદુરબાર આવ્યા હતા અને મને તેડી લાવ્યા હતા. એક વર્ષથી હું પિયર રાજકોટમાં રહું છું.

અન્ય સમાચારો પણ છે...