તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખૂનની હોળી બાદ લોહિયાળ ધુળેટી:ત્રંબામાં હોળીની રાતે ચણા નાખવા બાબતે બોલાચાલી થતા પતિએ બોથડ પદાર્થ ઝીકી પત્નિની હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

ત્રંબાએક મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસ્વીર
  • મૃતદેહ PM માટે ખસેડાયો

રાજકોટ જિલ્લામાં હોળી અને ધુળેટીના પર્વ પર જ ખૂની ખેલ ખેલાય રહ્યો છે, હજુ ગઈકાલે જેતપુરમાં નજીવી બાબતે મોટાભાઈએ નાનભાઈની કાતર વડે હત્યા કરી હતી, ત્યારે આજે ત્રંબા ગામમાં પરપ્રાંતિય પતિ-પત્નિ વચ્ચે હોળીમાં ચણા નાંખવા બાબતે બોલાચાલી થતા, પતિએ પત્નિના માથા પર બોથડ પદાર્થ ફટકારી હત્યા કરી છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલ આજીડેમ પોલીસે આ અંગે આરોપી પતિને પકડવા તજવીજ હાથ ધરી છે.

મહિલાનો મૃતદેહ PM માટે ખસેડાયો
આ ઘટના અંગે આજીડેમ પોલીસને જાણ થતા મોડી રાતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આજીડેમ PI વી. જે. ચાવડા, સરધાર આઉટપોસ્ટની ટીમ, જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ વૈશ્નાણી તેમજ ડી. સ્ટાફની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. PM બાદ પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી
હાલ આરોપી પતિ મનકર રાઠવાની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશના પતિ-પત્નિ ત્રંબામાં ધર્મેશભાઇ ટીંબડીયાની વાડીમાં બે વર્ષથી ભાગીયુ વાવતા હતાં અને મજૂરી કરતાં હતાં. પોલીસે વિશેષ વિગતો મેળવવા તપાસ યથાવત રાખી છે.

ગઈકાલે જેતપુરમાં લોહિયાળ હોળીનો ખૂની ખેલ ખેલાયો
ગઈકાલે જેતપુરમાં હોળીના પવિત્ર દિવસે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના હાર્દ સમા સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં સાંજના સમયે પોતાના ફૂલોના વ્યવસાય પર જ બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીની દંદુળી થઈ અને ત્યાં જ જમીન પર પડી તડફડવા લાગ્યો અને હોસ્પીટલે સારવાર માટે લઈ જાય ત્યાં જ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો