તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:દહેજમાં કારની માગણી કરી પતિ ત્રાસ આપતો, અંતે કંટાળીને શાપરમાં નિવૃત્ત આર્મીમેનની પુત્રીએ ગળેફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • પોલીસે પતિ, જેઠ, જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

શાપર-વેરાવળમાં દોઢ વર્ષ પહેલા જ પરણેલી બિહારી પરિણીતાએ પતિ, સાસરિયા દહેજમાં કારની માંગણી કરી ત્રાસ આપતા હોવાથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસે પતિ જેઠ, જેઠાણી વિરુદ્ધ પરિણીતાને આપઘાત માટે મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક નિવૃત્ત આર્મીમેનની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

બિહાર રહેતા પરિણીતાના પિતા દોડી આવ્યા
પ્રાપ્ત વિગત અનુસાર શાપરના કાંગશિયાળીની સીમમાં રહેતી રીવાકુમારી રીતેષ રોય નામની પરિણીતાએ ગત શુક્રવારે રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આાપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી બિહાર રહેતા પરિણીતાના પરિવારને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. બિહારના ભોજપુરમાં રહેતા પરિણીતાના નિવૃત્ત આર્મીમેન પિતા બિરેન્દ્રકુમાર રામમુનીસિંહએ શાપર પોલીસમાં તેની પુત્રીને આપઘાત કરવા મજબુર કરનાર પતિ રીતેષ રોય, જેઠ બિજેન્દ્ર રોય અને જેઠાણી અંજુદેવી સામે ફરિયાદ નોંધાવી છે.
દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા
ફરિયાદમાં જણાવ્યા અનુસાર પરિણીતાના લગ્ન દોઢ વર્ષ પહેલા આરોપી રીતેષ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સહિતના સાસરિયા કરિયાવર બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. જે અંગે રીવાએ ફોન કરી તેમને જાણ કરી હતી. જેથી તેમણે જમાઈ રીતેષને ફોન કરતા તે કહેતો કે ‘તમારી દીકરીને ખુશ જોવી હોય તો તમારે મને દહેજમાં કાર લઈ દેવી પડશે’. આમ પતિ, જેઠ, જેઠાણીના ત્રાસથી તેની પુત્રીએ આપઘાત કરી લીધાનું જણાવતા પોલીસે પતિ, જેઠ અને જેઠાણી સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો