આપઘાત:પતિએ સંતાનોને ખિજાવવાની ના પાડતા પત્નીનો આપઘાત

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાધો

કુવાડવા ગામે આવેલી આંબલીવાળી શેરીમાં રહેતી પરિસ્મિતા ઉર્ફે પરી પ્રશાંત પાલ નામની પરિણીતાએ મંગળવારે સવારે એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. મૃતકના પતિ પ્રશાંત પાલની પૂછપરછ કરતા તે મૂળ બંગાળના છે અને તે કુવાડવામાં નાસ્તાની રેંકડી રાખી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર, પુત્રી છે. બે દિવસ પહેલા પત્નીએ બંને સંતાનને ખિજાઇને માર માર્યો હતો. જેની પોતાને ખબર પડતા પત્નીને તું વારંવાર બાળકો સાથે આવું વર્તન નહિ કર તેમ કહી ઠપકો આપ્યો હતો.

દરમિયાન આજે સવારે તે બાથરૂમમાંથી બહાર આવી પોતાને કહ્યું કે, મેં એસિડ પી લીધું છે, બાળકોનું ધ્યાન રાખજો. પત્નીએ આવી વાત કરતા તુરંત સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો, પરંતુ તેને વધુ સારવાર મળી શકી ન હતી. પત્નીને ઠપકો દીધો હોય તેનું માઠું લાગતા પગલું ભરી લીધાનું પતિ પ્રશાંતે પોલીસને જણાવ્યું છે. બીજા બનાવમાં કોઠારિયા રોડ, સ્વાતિ પાર્ક-2માં રહેતા લાલજીભાઇ જેરામભાઇ સરવૈયા નામના યુવાને આજે બપોરે તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ધંધો સરખો ચાલતો ન હોય આર્થિક સંકડામણથી કંટાળીને પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...